ચંદ્રયાન-2એ આપી પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને વાતાવરણમાં થયેલા ફેરફારો વિશેની માહિતી. જાણો અહીં

હવે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયાના તમામ દેશોની નજર મિશન ચંદ્રયાન-2 પર ટકી છે. કારણ કે ચંદ્રયાન-2નું મુખ્ય કાર્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીની શોધ કરવાનું છે પરંતુ આ ઉપરાંત ચંદ્રના અનેક અજાણ્યા પાસાઓ પણ પ્રકાશમાં આવી શકશે. એટલું જ નહિં અંતરિક્ષયાત્રીઓ માટે લાંબા સમય સુધી ચંદ્ર પર રોકાણ કરવું શક્ય બનશે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2નું ઉતરાણ થયા બાદ ચંદ્ર વિશેની અનેક અજાણી માહિતીઓ મળી શકે તેમ છે. ચંદ્રયાન-2 દ્વારા અહીં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને લોખંડ જેવા ખનીજોને શોધવાનો પ્રયાસ કરવામાં આવશે.

ચંદ્રયાન-2 ચંદ્રના વાતાવરણ અને તેના ઈતિહાસ પર પણ માહિતી એકઠી કરશે પરંતુ તેનું સૌથી મહત્વનું મિશન ત્યાં પાણી હોવાના સંકેતોની શોધ કરવાનું છે. જો ચંદ્રયાન-2 અહીં પાણી હોવાના પુરાવા શોધી શકે છે તો તે અંતરિક્ષ વિજ્ઞાન માટે સૌથી મોટી ઉપલબ્ધિ ગણાશે. કેમકે ત્યાર બાદ અંતરિક્ષમાં નવી શોધોનો રસ્તો ખુલી જશે. ચંદ્ર પર પાણી ન હોવાના કારણે અંતરિક્ષયાત્રી વધુ દિવસો માટે રોકાઈ શકતા નથી પરંતુ બરફથી પીવાના પાણી અને ઓક્સિજનની વ્યવસ્થા કરી શકાશે.

જેના કારણે અંતરિક્ષયાત્રીઓ માટે લાંબા સમય સુધી ચંદ્ર પર રોકાણ કરવું શક્ય બનશે. પાણી અને ઓક્સિજનની વ્યવસ્થા હશે તો ચંદ્ર પર બેઝ કેમ્પ પણ બનાવવામાં આવશે. જ્યાં ચંદ્ર સાથે જોડાયેલા સંશોધનની સાથે અંતરિક્ષ સાથે જોડાયેલા અન્ય મિશનની તૈયારી પણ કરવામાં આવશે. વિવિધ અંતરિક્ષ એજન્સીઓ મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ચંદ્રનો લોન્ચપેડની જેમ ઉપયોગ કરી શકશે. પરિણામે ચંદ્રથી મંગળ ગ્રહ પર પહોંચવા માટે સમય પણ ઓછો લાગશે. આ જ પ્રકારે બાકીના ગ્રહો પર પહોંચવા માટે પણ સરળતા રહેશે.

ચંદ્રયાન-2 મિશનના પગલે ચંદ્રનો ઈતિહાસ અને વાતાવરણ વિશે જાણકારી તો મળશે જ સાથે પૃથ્વીની ઉત્પત્તિ અને હજારો વર્ષ પહેલા અહીંના વાયુમંડળ અને વાતાવરણમાં થયેલા ફેરફારો વિશે પણ અગત્યની માહિતી મળી શકે છે. બીજી તરફ દક્ષિણી ધ્રુવમાં થોડા ભાગ એવો પણ છે જે વધારે ઠંડો પણ નથી અને અંધારામાં પણ નથી. અહીંના શેકલટન ક્રેટર્સની પાસેના ભાગમાં સૂર્ય સતત 200 દિવસો સુધી ચમકતો રહે છે. આથી અહીં અંતરિક્ષ વૈજ્ઞાનિકોને સંશોધનકાર્યમાં મોટી મદદ મળી શકે છે. અહીં વૈજ્ઞાનિકો સૂર્યના કિરણોનો ઉપયોગ કરીને ઉર્જાની આપૂર્તિ કરી શકે છે જે મશીનો અને અન્ય શોધકાર્ય માટે ખૂબ જરૂરી છે.

આખરે મિશન ચંદ્રયાન-૨નો હેતુ શું હતો ?

ચંદ્ર પર મેગ્નેશિયમ, કેલ્શિયમ અને લોખંડ જેવા ખનીજને શોધવાનો પ્રયાસ.

ચંદ્રના વાતાવરણ અને ઇતિહાસ અંગે માહિતી એકઠી કરશે.

ચંદ્ર પર પાણી હોવાના સંકેતોની શોધ કરવાનો મિશનનો મુખ્ય હેતુ.

પાણી અને ઓક્સિજન હશે તો ચંદ્ર પર બેઝ કેમ્પ પણ બનાવી શકાશે.

મંગળ ગ્રહ સુધી પહાંચવા ચંદ્રનો લોન્ચપેડ તરીકે ઉપયોગ થઇ શકશે.

ચંદ્રથી મંગળ ગ્રહ પર પહાંચવા માટે ઓછો સમય લાગશે.

અન્ય ગ્રહો પર પણ પહાંચવા માટે સરળતા રહેશે.

પૃથ્વીની ઉત્પત્તિ અને હજારો વર્ષ પહેલાના વાયુમંડળ અને વાતાવરણના ફેરફાર જાણી શકાશે.

શેલટન ક્રેટર્સની પાસેના ભાગમાં સતત ૨૦૦ દિવસો સુધી ચમકતો રહે છે સૂર્ય.

અંતરિક્ષ વૈજ્ઞાનિકોને સંશોધનકાર્યમાં મળી શકે છે મોટી મદદ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *