કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ ચાવડાની પુત્રીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. એન્જીનીયરીંગના ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નકકી થયા બાદ સતત મોડું થતાં ચિંતાગ્રસ્ત બનેલી યુવતિએ અંતિમ પગલું ભરી લેતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સાંજે પરત ફરેલા પરિવારને આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇએ ધ્રોલ પોલીસમાં નોંધાવેલા નિવેદન મુજબ બી.ઇ.એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યા બાદ પુત્રી રીધ્ધિને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવું હતું. જેના માટે એડમીશન સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી.
કેનેડાની યુનિવર્સિટીમાં એડમીશન લઇ ફી પણ ભરી દેવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં કેનેડા જવાનું સતત મોડું થઇ રહ્યું હોવાથી રિધ્ધિ સતત ચિંતામાં પડી ગઇ હતી. કેનેડાની યુનિવર્સિટીમાં એડમીશન લઇ ફી પણ ભરી દેવામાં આવી હતી પરંતુ હાલની સ્થિતિમાં કેનેડા જવાનું સતત મોડું થઇ રહ્યું હોવાથી રિધ્ધિ સતત ચિંતામાં પડી ગઇ હતી.
વધુમાં જાણવા મળેલી વિગત મુજબ રિધ્ધીબેન અમદાવાદમાં અભ્યાસ કરતા હતા અને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું હતું આ માટે તેમના પિતા મેઘજીભાઈએ 15થી 17 લાખ જેવી રકમ ભરી દીધી હતી અને લોન માટે એપ્લાય કરી હતી, જો કે લોકડાઉનના કારણે લોન થઈ ન હતી અને અગાઉ લીધેલી રકમના કારણે આર્થિક સંકડામણમાં સપડાયા હતાં, અમદાવાદ ખાતે રહીને અભ્યાસ કરતી રીધીબેન ધ્રોલમાં હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news