વિશ્વભરના દેશો કોરોના વાઈરસથી પીડાઈ રહ્યા છે. તેમાંથી ભારત પણ બાકાત નથી. હાલમાં વિશ્વભરની સરકાર કોરોનાથી પોતાના નાગરિકોને બચાવવા ઉપાયો શોધવામાં વ્યસ્ત છે. ત્યારે મોદી સરકારે કોરોના વાઈરસથી દેશવાસીઓને બચાવવા માટે જે કામગીરી કરી છે. તે ખરેખર બિરદાવવા લાયક છે. શા માટે મોદી સરકાર કોરોના વાઈરસ થી લડવામાં અન્ય દેશો કરતા આગળ છે, તે કોરોનાગ્રસ્ત દેશોના આંકડાઓ જ જણાવે છે.
હાલમાં જ વિપક્ષ દ્વારા મોદી સરકાર કશું કરી નથી રહી તેવો આક્ષેપ કરાયો હતો ત્યારે વિપક્ષે પણ આ વિચારવું રહ્યું કે અન્ય દેશની માફક ભારતમાં રોગચાળો ફેલાવતા અટકાવવામાં મોદી સરકાર સૌથી વધુ સફળ રહી છે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDAI) એ તમામ આરોગ્ય વીમા કંપનીઓને તાત્કાલિક અસરથી મુશ્કેલીઓ ટાળવા માટે કોરોનાવાયરસ (COVID -19) માટે તબીબી કવર પ્રદાન કરવાની સલાહ આપી છે. IRDAIએ આ અંગે માર્ગદર્શિકા પણ જાહેર કરી છે.
દેશનું નામ | પ્રથમ અઠવાડિયાના કેસ | બીજા અઠવાડિયાના કેસ | ત્રીજા અઠવાડિયાના કેસ | ચોથા અઠવાડિયાના કેસ | પાંચમાં અઠવાડિયાના કેસ |
અમેરિકા | 2 | 105 | 613 | – | – |
ફ્રાંસ | 12 | 191 | 653 | 4499 | – |
ઈરાન | 2 | 43 | 245 | 4747 | 12729 |
ઇટાલી | 3 | 152 | 1036 | 6362 | 21157 |
સ્પેન | 8 | 674 | 6043 | – | – |
ભારત | 3 | 24 | 126 | – | – |
કોરોના વાયરસના વિશ્વભર માં નોંધાયેલા કેસના આંકડાઓ અહિયાં પ્રથમ કેસ નોંધાયા ત્યારથી થી ૧૫ માર્ચ સુધીના આંકડાઓ અપાયા છે. જેમાં સ્પષ્ટ દેખાય છે કે, ભારતમાં આ વાઈરસ ને ફેલાતો અટકાવવા માટે થઇ રહેલા પ્રયાસો ખરેખર સાર્થક નીવડ્યા છે. દેશભરના અસરગ્રસ્ત રાજ્યોમાં આગમચેતીના રૂપે શાળા- કોલેજો બંધ કરવામાં આવતા આ રોગચાળાને ફેલાતો અટકાવવામાં ખુબ સફળતા મળી છે.
ગઈકાલે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે તેઓ ૧૯મી માર્ચના રોજ સાંજે ૮ કલાકે દેશને સંબોધિત કરશે ત્યારે સૌ દેશવાસીઓ આ સંબોધનમાં શું હશે તેની અટકળો લગાવી રહ્યા છે.
PM Shri @narendramodi will address the nation on 19th March 2020 at 8 PM, during which he will talk about issues relating to COVID-19 and the efforts to combat it.
— PMO India (@PMOIndia) March 18, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.