ખુબજ પ્રખ્યાત પત્રકાર આતિશ તાસીર દ્વારા એક મહંતના હવાલાથી મોદી પર મંદિરો તોડવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. આતિશ તાસીરે વારાણસીના વિશ્વવિખ્યાત કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોરના ફોટા ટ્વીટ કરી આરોપ લગાવ્યો. આતિશ તાસીરે ટ્વીટમાં લખ્યું કે ‘ઔરંગઝેબને ભૂલી જાવ, આમ કાશીવિશ્વનાથ મંદિરના મહંત કહે છે. ગજની પછી કોઇ વ્યક્તિએ પણ આટલા મંદિર નહીં તોડ્યા હોય, જેટલા મોદીએ તોડ્યા.’ તાસીર આગળ લખે છે કે ‘તે મહંત બનારસમાં મોદી દ્વારા બનાવવામાં આવેલ કાશીવિશ્વનાથ કોરિડોર વિશે કહી રહ્યા હતા.’ તાસીર અનુસાર મહંતનું કહેવું છે કે ‘ફક્ત એક સ્મારક બનાવવા માટે શહેરના મધ્યકાલીન હદયને તાર- તાર કરી નાખવામાં આવ્યું.’
“Forget Aurangzeb,” said a mahant of the KV temple, “No man since Ghazni has destroyed as many temples as Modi.” He was referring to the act of vandalism that is Modi’s corridor in Benares. It has torn open the medieval heart of the city only to erect a monument to officialdom. pic.twitter.com/5AszrTf27e
— Aatish Taseer (@AatishTaseer) August 19, 2019
મોદી સરકાર કાશીવિશ્વનાથ કોરિડોર નું નવું નિર્માણ કરાવી રહી છે :-
જણાવી દઈએ કે હાલમાં વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરના કોરિડોર નું નિર્માણ ચાલી રહ્યું છે. વિશાળ સ્મારક બનાવવા માટે ઘણા બધા ના ઘર અને મંદિરો ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે. કોરિડોર ગંગા નદી ના લલિતા ઘાટ અને મણિકર્ણિકા ઘાટ થી મંદિર સુધી બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માં જે લોકો ના મકાન તોડવામાં આવ્યા છે તેઓ વિરોધ પણ કરી રહ્યા છે. નાના મંદિરો તોડવામાં આવ્યા હોવાથી મહંતો અને પૂજારીઓ પણ નિરાશ છે. પરંતુ સરકાર ફક્ત અતિક્રમણ હટાવવાની જ વાત કરી રહી છે.
પત્રકારના આ ટ્વીટની લોકો આલોચના કરી રહ્યા છે. વિચારવા જેવું એ છે કે બહુમતી સરકારના આ નિર્ણય નું સમર્થન કરી રહી છે.
આતિશ તાસીર હાલમાં ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ માટે લેખ લખે છે. આતિશ પાસે આ પહેલા પ્રધાનમંત્રી મોદીની ‘ડિવાઈડર ઇન ચીફ’ કહીને આલોચના કરી ચુક્યા છે. તે સમયે ભારતમાં મોદી સમર્થકોએ આતિશ ની ખુબ જ આલોચના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને Whatsapp, Facebook, Twitter, Instagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.