અમદાવાદ સહીત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, જેમાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ આગળ વધી રહ્યું છે અને આ શહેરમાં અનેક વિસ્તારમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે જે એક ગંભીર બાબત ગણી શકાય. ઘણા લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહ્યા છે. પરંતુ અમદાવાદ શહેરમાં કોરોનાનો આંતક દિવસે ને દિવસે વધી રહ્યો છે અને કેટલાય લોકોને પોતાના ભરડામાં લઇ રહ્યો છે. હાલમાં જોવા જઈએ તો આ એક ખુબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય.
હાલની વાત કરીએ તો, અમદાવાદ શહેરના ગ્રામ્ય કોર્ટમાં ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરી રહેલા બે સિનિયર વકીલને ફક્ત બે દિવસની અંદર જ કોરોના ભરખી ગયો. એડવોકેટ મેહુલ રાજગુરુ અને રાજેન્દ્ર પટેલ કે જે મિર્ઝાપુરના ગ્રામ્ય કોર્ટમાં વકીલ તરીકે સારી ઓળખ ધરાવતા હતા. બંને સીનીયર વકીલોનને માત્ર 2 જ દિવસની અંદર જ કોરોનાએ પોતાના સકંજામાં લઇ લીધા. આ સમાચારની સાથે અન્ય બીજા ખુબજ દુઃખદ સમાચાર એ મળ્યા છે કે માત્ર 2 દિવસની અંદર જ અમદાવાદની મેટ્રો કોર્ટ, ગ્રામ્ય કોર્ટ, ફેમિલી કોર્ટ અને સેશન્સ કોર્ટના થઈને કુલ 10 જેટલા વકીલોના કોરોનાના ભરડામાં આવાના કારણે મૃત્યુ પામ્યા છે.
અમદાવાદ શહેરના ગ્રામ્ય કોર્ટમાં અસીલથી લઈને કોર્ટના તમામ વકીલો અને તમામ જજોમાં આ દુખદ સમાચાર સાંભળીને હતાશા ફેલાઈ ગઈ છે. અમદાવાદના ગ્રામ્ય કોર્ટના બાર એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ રાજેશ પારેખએ જણાવતા કહ્યું હતું કે, છેલ્લા એકજ અઠવાડિયાની અંદર 25 જેટલા વકીલો કોરોનાને કારણે મોત ને ભેટ્યા છે. જે 25 જેટલા વકીલો મૃત્યુ પામ્યા એમાં ઘણા ખરા મારા મિત્રો હતા. જેમની સાથે હું ઘણી વાર આનંદની પળો વિતાવતો અને તેમની સાથે બહાર ફરવા પણ જતો.
સાથે સાથે જણાવ્યું હતું કે, એટલું જ નહિ ફક્ત 2 જ દિવસમાં 10 વકીલો કોરોનાના ભરડામાં આવી ચુક્યા છે. મૃત્યુ પામેલ તમામ વકીલોને હું મારી અશ્રુભીની આંખોથી શ્રધાંજલિ અર્પણ કરું છું. કોરોના સંક્રમિત હોવાથી હું પોતે પણ 8 દિવસ સુધી હોસ્પીટલમાં દાખલ હતો. આ કોરોના વાયરસ ખુબ જ ગંભીર સાબિત થઈ શકે છે. હું તમામ લોકોને બે હાથ જોડીને નમ્ર અપીલ કરું છું કે તેઓ ખુબ જ સાવચેતી રાખે અને આ બીમારીને અત્યંત ગંભીરતાથી લઈને આ કોરોના મહામારીને અટકાવવા માટે આપણે સૌ સરકારની મદદ કરીએ તેવી હું તમને વિનંતી કરું છું એટલું જ નહિ પરંતુ જે 10 વકીલો કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે તેમના નિધનથી કોર્ટની પ્રોસેસ પર ખુબ જ મોટી અસર પડી છે. વકીલો સાથે જોડાયેલા અસીલોને પણ ભારે મુશ્કેલીઓ સામનો કરવો પડશે. સાથે અમે આ મુદ્દે અમે જરૂરી પત્ર પણ તમામ વિભાગોમાં મોકલી આપ્યા છે અને મૃત્યુ પામેલ પરિવાજનોને સહાય મળે તે માટે અમારાથી થઈ શકે એમ હોય એટલી કોશીશ કરી રહ્યા છીએ.
અમદાવાદની મેટ્રો કોર્ટમાં પ્રેક્ટીસ કરી રહેલા અયાઝ ભાઈ શેખએ જણાવતા કહ્યું છે, 10 વકીલોના મૃત્યુના સમાચાર મને મળ્યા, જેને લીધે હું પણ ડર અનુભવી રહ્યો છું. કોરોનાથી મૃત્યુ પામેલ વકીલોમાંથી ઘણા મારા વકીલ મિત્રોને પણ ગુમાવ્યા છે જેનું મને અત્યંત દુખ થઈ રહ્યું છે. ભગવાન તમામ મૃતક વકીલોની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારજનોને દુખ સામે લડવાની હિમ્મત આપે તેવી પ્રાથના સહ શ્રધાંજલિ અર્પણ કરું છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.