તાલિબાનના કબ્જા બાદ અફગાનિસ્તાનમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. મોટી સંખ્યામાં અફઘાનીઓ એરપોર્ટ પહોંચી રહ્યા છે કે, કદાચ તેમને આ દેશથી કોઈ દ્વારા બહાર લઈ જવામાં આવે. કાબુલ એરપોર્ટની બહાર હજારો લોકો પોતાનો જીવ બચાવવા માટે આમથી આમ રખડી રહ્યા છે. જેમાં ઘણી મહિલાઓ અને બાળકો પણ શામેલ છે. અફઘાનિ મહિલાઓ રડી રડીને અમેરિકી અને બ્રિટિશ સૈનિકોને પોતાનો અને પોતાની સાથે રહેલા બાળકોનો જીવ બચાવવા માટે ભીખ માંગી રહી છે. આ ખૌફનાક દ્રશ્યો જોઈને કડક મિજાજ ધરાવતા સૈનિતોની આંખો પણ ભીની થઈ ગઈ. સૈનિકોના આંસુ પણ રોકાઈ રહ્યા નથી. પરિસ્થિતિ ખુબ જ વણસેલી છે.
એક રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કાબુલ એરપોર્ટ હાલ અમેરિકી અને બ્રિટિશ સૈનિકોના કબ્જામાં છે. પરંતુ તાલીબાનો બેફામ બની રહ્યા છે. અફઘાનિસ્તાન છોડવાની આશામાં એરપોર્ટ પહોંચનાર મહિલાઓના હાલ બે હાલ થઇ ગયા છે. મહિલાઓ રડી રડીને સૈનિકોને જીવ બચાવવા માટે મદદ માંગી રહી છે. પરંતુ દરેક વ્યક્તિની મદદ કરવી સૈનિકો માટે કદાચ શક્ય નથી. આ મજબૂરી અને લાચારીના કારણે સૈનિક પણ ખુબ જ દુખી છે અને તેમનું દુખ આંસુઓના રૂપમાં બહાર આવી રહ્યું છે. સૈનિકોના હદય પણ પીગળી રહ્યા છે.
View this post on Instagram
અફઘાનિ મહિલાઓ પોતાના બાળકોની રક્ષા માટે તેમને બીજાને સોંપવા માટે પણ મજબૂર થઈ ગઈ છે જેને લીધે કમ કે કમ તેમના બાળકો તો સુરક્ષિત રહે. મહિલાઓ એરપોર્ટના ગેટ પર લગાવવામાં આવેલા કાંટાના તાર પરથી પોતાના બાળકોને અમેરિકન અને બ્રિટીશ સૈનિકોની તરફ ફેંકી રહી છે. બુધવારે જ્યારે એક મહિલાએ પોતાની નાની બાળકીને તારની ઉપરથી ફેંકી તો તેને બીજી બાજુ ઉભેલા સૈનિકે પકડી લીધી હતી. એક માતાની આ મજબૂરી જોઈને તે સૈનિકોની આંખોમાં પણ આંસુ આવી ગયા હતા.
એક અમેરિકન અધિકારીએ જણાવ્યું છે કે, એવો એક પણ વ્યક્તિ નથી જે પોતે દુખ, લાચારી અને ભયનો માહોલ જોઈને રડ્યો ન હોય. એરપોર્ટ પર તૈનાત સૈનિકોની આંખોમાં આંસુ છે. સૈનિકો તમામ લોકોની મદદ કરવા માંગે છે. પરંતુ તે શક્ય નથી. એરપોર્ટ પર જ્યારે એક મહિલાએ રોતા પોતાના બાળકને અમેરિકી સૈનિકને આપ્યું તો તેને લેવાથી સૈનિકો ઈનકાર ન કરી શક્યા અને બાળકને પકડી લીધું હતું. હાલમાં અંદાજે 800 બ્રિટિશ અને 5000 અમેરિકી સૈનિક આ સમયે કાબુલ એરપોર્ટ પર મૌજુદ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.