નવસારી(ગુજરાત): રોજે રોજ માર્ગ અકસ્માતની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ એક કમકમાટી ભરી અકસ્માતની ઘટના થોડા દિવસ પહેલા નવસારીમાં બની હતી. આ અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આ વીડિયો જોઈને ભલભલાના રુંવાડા ઊંભા થઈ જાય છે. નેશનલ હાઇવે 48 પર ફૂલ સ્પીડે જતી કારે આગળની કારને અડફેટે લીધી હતી. કારની ટક્કરથી બીજી કાર બેકાબુ બનીને મોપેડ ઉપર જતા પિતા પુત્રીને અડફેટે લીધા હતા. સારવાર દરમિયાન ગંભીર રીતે ઘાયલ પુત્રીનું મોત નીપજ્યું હતું.
સૂત્ર દ્રારા જાણવા મળ્યું છે કે, નવસારીમાં આવેલા નેશનલ હાઈવે 48 ઉપર ગ્રીડ નજીક આશરે 10 દિવસ પહેલા એક અકસ્માત સર્જાયો હતો. અહીં એક પિતા પુત્રી હોટલમા જમવા ગયા હતા. ત્યારબાદ પોતાના મોપેડ ઉપર ઘરે જઈ રહ્યા હતા. તેઓ હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે તેમને અકસ્માત નડ્યો હતો. મોપેડ ઉપર પિતા પુત્રી આરામથી જઈ રહ્યા હતા ત્યારે એક બેકાબુ કારે તેમને અડફેટે લીધા હતા અને બંને પિતા પુત્રી મોપેડ સાથે ફંગોળાયા હતા. તેમાં પુત્રી રોડ ઉપર જ પટકાઈ હતી. જેથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, 10 દિવસની લાંબી સારવાર બાદ યુવતીનું મોત થયું હતું. પોલીસે ઘટનાના સીસીટીવીના આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેની શોધખોળ શરુ કરી હતી. પિતા સાથેનું હોટલનું ભોજન પુત્રી માટે અંતિમ બન્યું હતું.
આ કમકમાટી ભરી ઘટના નજીકમાં લગાવેલા સીસીટીવી વીડિયોમાં કેદ થઈ હતી. આ વીડિયોમાં જોઈ શકાય છે કે, પિતા પુત્રી પોતાના મોપેડ ઉપર હાઇવે પરથી પસાર થઈ રહ્યા છે. તેમના મોપેડથી થોડા અંતરે એક ફૂલ સ્પીડે આવેલી કારે આગળ જતી કારને જોરદાર ટક્કર મારી હતી. આગળની કાર પાછળની કારના જોરદાર ટક્કરથી બેકાબુ બની હતી. ત્યારે કાર ગતિમાં હોવાથી પોતાની આગળ મોપેડ સાથે પિતા પુત્રીને ટક્કર મારી હતી. આ ગંભીર અકસ્માતમાં પુત્રી રોડ પર પટકાઈ હતી. અને થોડાક જ સમયમાં સ્થાનિક લોકો ભેગા થઇ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.