કેટલાક પાકિસ્તાની કમાન્ડો કચ્છના અખાત દ્વારા ગુજરાતમાં પ્રવેશ્યા હોવાના સમાચાર છે. સોશિયલ મીડિયા એ આ અંગેની જાણ કરી છે. પાણીની અંદરનો હુમલો ન થાય તે માટે દરિયાકાંઠાના ગુજરાતના તમામ વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ખરેખર, ગુજરાત કોસ્ટગાર્ડને ઈન્ટેલીજન્સ દ્વારા સુચના મળી હતી કે,પાકિસ્તાનમાં તાલીમ પામેલા કેટલાક કમાન્ડો કચ્છના અખાતમાં પ્રવેશ્યા છે. પાકિસ્તાની કમાન્ડો વિશેની ગુપ્ત માહિતી એ છે કે તેઓ પાણીની અંદર હુમલો કરવામાં માહીર છે અને બંદરોની સાથે જહાજોને પણ નિશાન બનાવી શકે છે.
સુરક્ષાને ધ્યાનમાં રાખીને, દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી અને ખાનગી બંદરોને સલાહ આપવામાં આવી છે. અદાણી માઇનીંગ અને મુન્દ્રા બંદર જેવી ખાનગી કંપનીઓને સલાહકાર પણ મોકલવામાં આવયા છે. આ કંપનીઓને સુરક્ષા સ્તર -1 નું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બંદરો સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને કર્મચારીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો કંઇપણ શંકાસ્પદ જણાઈ આવે તો તાત્કાલિક પ્રશાસનને જાણ કરવામાં આવે.
Security enhanced at the Kandla port in view of inputs that ‘Pakistani commando are likely to infiltrate into Indian territory through Kutchh area, through sea route to create communal disturbance or terrorist attack in Gujarat.’ pic.twitter.com/viGS1MqDrZ
— ANI (@ANI) August 29, 2019
આ સૂચના પછી કોસ્ટ ગાર્ડ, બંદર ઓથોરિટી, કસ્ટમ, કોસ્ટલ પોલીસ અને નેવીને સમગ્ર દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. દીનદયાલ બંદર અને કંડલા બંદરના અધિકારીઓને પણ આવી જ સલાહ આપી છે. આ સૂચના મળ્યા પછી બંદર વિસ્તારોમાં ભારે સુરક્ષા દળ ગોઠવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.