મંત્રીમંડળમાં કોરોનાનો હાહાકાર- એકસાથે આટલા મંત્રીઓ કોરોનાની ઝપેટમાં…

દેશમાં કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે.ઘણાં બધા પ્રખ્યાત લોકો પણ કોરોનાની અડફેટમાં આવ્યા છે. આ સાથે જ કોરોનાના વધતા જતા સંક્રમણ વચ્ચે આજે સચિવાલયના કેબિનેટ ઓડિટોરિયમમાં કેબિનેટની બેઠક પહેલા બન્ને ડેપ્યુટી સીએમ સહિત 5 અન્ય મંત્રીઓના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યા છે.

2 ડેપ્યુટી સીએમ રેણુ દેવી અને તારકિશોર પ્રસાદ, નશાબંધી મંત્રી સુનીલ કુમાર,અનુસૂચિત જાતિ-જનજાતિ મંત્રી જીતન રામ માંઝીના પુત્ર સંતોષ માંઝી અને મકાન બાંધકામ મંત્રી અશોક ચૌધરીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. નશાબંધી મંત્રી સુનિલ કુમારે મંગળવારે મુખ્યમંત્રીના સામાજિક સુધારણા અભિયાનમાં ભાગ લીધો હતો.

માહિતી અનુસાર, કેબીનેટ બેઠક પહેલા બધા જ મંત્રીઓની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. ગઈકાલ સાંજથી લઈને આજે સવાર સુધી તમામ મંત્રીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. તે તમામના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે મંત્રીઓ કોરોના પોઝિટિવ હશે તેઓ કેબિનેટ મીટિંગમાં નહીં જાય. જેનો રિપોર્ટ નેગેટિવ આવશે તેઓ કેબિનેટની બેઠકમાં હાજરી આપશે.રીપોર્ટ બાદ કેબિનેટના કુલ 5 સભ્યોમાં કોરોના પોસિટીવ જોવા મળ્યો છે.

મુબઈમાં 60 કર્મચારીઓમાં કોરોના પોસિટીવ
આ સાથે જ મુંબઈમાં BESTના પ્રવક્તા અનુસાર ડ્રાઈવરો સહિત 60 કર્મચારીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ભારત બાયોટેકની નેઝલ વેક્સિનના ત્રીજા તબ્બકાની ટ્રાયલને મંજૂરી
ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI)ની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની નેઝલ વેક્સિન કે જ નાક દ્વારા આપવામાં આવે છે તેના ત્રીજા તબ્બકાની ટ્રાયલની મંજૂરી આપી છે. આ બાબતે કમિટીએ મંગળવારે મીટિંગ યોજી હતી.

આ ટ્રાયલ બાદ નેઝલ વેક્સિનને કોરોના બૂસ્ટર ડોઝ તરીકે ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી મળી શકે છે. કમિટીએ ભારત બાયોટેકને મંજૂરીથી જોડાયેલા ડોક્યુમેન્ટ્સ સબ્મિટ કરવાની જાણ કરી છે.

24 કલાકમાં 272 નવા ઓમિક્રોન કેસ
ભારતમાં કોરોનાની સાથે સાથે ઓમીક્રોન પણ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે.જેના લીધે દેશમાં કોરોનાના નવા કેસોમાં દિવસે ને દિવસે વધારો નોંધાઈ રહ્યો છે. ઓમિક્રોન વેરિયન્ટના નવા કેસોનો આંકડો 2000ને પાર થયો છે. દેશમાં અત્યારસુધી કુલ 2220 ઓમિક્રોન સંક્રમિતની પુષ્ટિ થઈ છે. 24 રાજ્ય સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં પણ કોરોના ફેલાઇ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં 272 નવા ઓમિક્રોન કેસ સામે આવ્યા છે.

વધતા સંક્રમણ સાથે દેશમાં ગઈકાલે 58 હજાર 97 નવા કોરોના કેસો નોંધાયા છે, જ્યારે 534 લોકોનાં મોત કોરોનાને કારણે નીપજ્યાં છે. દેશમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 2 લાખ 14 હજાર 4 છે. દેશમાં ટોટલ વેક્સિનેશન 147.72 કરોડ ડોઝનું થયું છે.

કોરોનાં અપડેટ્સ:  
અમિતાભ બચ્ચનના ઘરે કુલ 31 સ્ટાફ મેમ્બરના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા.જેમાંથી એક કર્મચારીનો રીપોર્ટ પોસિટીવ આવ્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી રેનુ દેવી અને રાજ્ય મંત્રી સુનીલકુમારનો કોરોના રીપોર્ટ પોસિટીવ આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં 96 લાખ કોવિડ વેક્સિનના ડોઝ અપાયા. અત્યારસુધી કુલ 147.72 કરોડ ડોઝ અપાયા.

પશ્ચિમ બંગાળમાં 9073 સંક્રમિત મળ્યા છે, જ્યારે 16 લોકોનાં મોત નોંધાયાં છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 18,466 નવા કેસો નોંધાયા, જ્યારે 20 લોકોનાં મોત થયાં છે. દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાને કારણે સ્થિતિ બદલી છે, ત્યાં એક જ દિવસમાં 5481 કેસ નોંધાયા છે અને 3 લોકોનાં મોત થયાં છે. તામિલનાડુમાં મંગળવારે 2731 લોકો સંક્રમિત મળ્યા અને 9 દર્દીનાં મોત નોંધાયાં છે. કેરળમાં 3640 સંક્રમિત નોંધાયા છે અને 30 લોકોનાં મોત થયાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *