નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ ડીએસપી દેવેન્દ્રસિંહ ના કેસમાં ઉત્તર કશ્મીરથી બીજેપીના પૂર્વ સરપંચની કથિત રીતે હિઝબુલ આતંકવાદીઓને શસ્ત્રો આપવાના આરોપમાં ધરપકડ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ઉત્તર કાશ્મીરમાં આવેલ શોપિઅન જિલ્લાના માલદૂરા ગામનો પૂર્વ સરપંચ તારીક અહમદ મીર હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદી નવીન બાબુને હથિયારો પૂરા પાડવાનું કાર્ય કરતો હતો. તારીક અહમદ મીર જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાના ભૂતપૂર્વ સરપંચ રહી ચુક્યો છે. અને ભાજપના ઉમેદવાર 2014 ની વિધાનસભા તરીકે દક્ષિણ કાશ્મીરના વંચીથી ની ચૂંટણી લડ્યો હતો.
આરોપી ડીએસપી દેવેન્દ્રસિંહ પણ આ નવીન બાબુ નામના આતંકવાદી સાથે 11 જાન્યુઆરી ના રોજ પકડાયો હતો. નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીના કહેવા મુજબ મીર દેવેન્દ્રસિંહ સાથે સંપર્કમા હતો.
એનઆઈએ ના પ્રવક્તાએ જણાવ્યું કે : ‘આતંકવાદીઓને લોજિસ્ટિક સપોર્ટ પૂરો પાડવામાં કથિત ભૂમિકા બદલ અમે તારીક મીરની ધરપકડ કરી છે. અમે તેને છ દિવસના પોલીસ રિમાન્ડ માં લીધો છે.’ અધિકારીઓએ જણાવ્યું કે તેણે કશ્મીર માં આતંકીઓને ઘણી વખત મદદ કરી છે.
સૂત્રોના કહેવા મુજબ ઇન્વેસ્ટિગેશન એજન્સી મીર આ આતંકવાદી સંગઠનનો હિસ્સો હતો કે કેમ તે અંગે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન મીરે નવીન બાબુને ઓળખવાની કબૂલાત કરી હતી, પરંતુ ડીએસપી દેવેન્દ્રસિંહ ને ઓળખવા પર મનાઈ કરી.
ઈન્ટેલિજન્ટ એજન્સીના જણાવ્યા મુજબ મીર ડ્રગ માફિયા સાથે મળીને એલ.ઓ.સી. થી ઘાટીમાં હેરોઇન અને બ્રાઉન સુગર ઈમ્પોર્ટ કરવા માટે જાણીતો છે. માહિતી મુજબ તે હથિયારનું પણ સ્મગલિંગ કરતો. તે PoKમાં પોતાના સંપર્ક પાસેથી હથિયાર લાવીને ઘાટીમાં આતંકવાદીઓને સોંપતો.
એજન્સીએ જણાવ્યું કે આરોપી આતંકવાદી સંગઠન સુધી ની મહત્વપૂર્ણ કડી આપી શકે છે. જેના દ્વારા આતંકવાદી સંગઠન સુધી સરળતાથી પહોંચી શકાશે.
આ બાબતે જમ્મુ કાશ્મીર બીજેપીએ કહ્યું છે કે, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિમાં સામેલ લોકો સાથે પાર્ટીનો કોઈ લેવાદેવા નથી અને તારિક અહમદ મીરને બે વર્ષ પહેલા હાંકી કાઢવામાં આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news