1 ડિસેમ્બર નહીં પરંતુ કાલે જ ઉદ્ધવ ઠાકર બની જશે મહારાષ્ટ્રમાં સીએમ, આ છે મુખ્ય કારણ

સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ મહારાષ્ટ્રનું રાજકીય ગણિત પૂરી રીતે બદલાઈ ગયું હતું. સુપ્રીમ કોર્ટના ફ્લોર ટેસ્ટના આદેશ બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારે રાજીનામું આપી દીધું હતું. સાંજે શિવેસના, NCP અને કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં મહાવિકાસ અઘાડીના નેતા તરીકે શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની સર્વાનુમતે વરણી થઈ હતી. હવે ઉદ્ધવ ઠાકરે રાજ્યના મુખ્યમંત્રી બનશે.

મહારાષ્ટ્રના રાજકારણમાં એક મહિના સુધી ચાલેલી ખુરશીની ખેંચતાણ બાદ હવે ઉદ્ધવ ઠાકરે બાજીગર સાબિત થયા છે. આ સાથે જ મહારાષ્ટ્રના ઈતિહાસમાં સમાજીક અને રાજકીય રીતે સક્રિય રહેલ શિવસેના પાર્ટી માટે આ પહેલી વખત હશે જ્યારે તેમની પાર્ટીનો કોઈ મુખ્યમંત્રી સત્તારૂઢ થશે. એવામાં શિવસેના શપથ સમારોહને તમામ રીતે ઐતિહાસિક બનાવવા માટે એડીચોંટીનું જોર લગાવી રહી છે. જેમાં ઘણા રાજ્યોનાં મુખ્યમંત્રી અને નેતાઓ સામેલ થશે. શિવાજી પાર્કમાં 70,000થી વધારે ખુરશીઓ લગાવવામાં આવી છે. તો મુખ્યમંચ પર 100થી વધારે ખુરશીઓ લગાવવામાં આવી છે. આંકડાની રીતે જ ખ્યાલ આવી જાય છે કે શિવસેના કોઈ કસર બાકી રાખવા નથી માગતી.

અગાઉ ડિસેમ્બર મહિનામાં નક્કી કરાયું હતું:

અગાઉ પહેલી ડિસેંબર જાહેર થઇ હતી. પરંતુ ત્યારબાદ નિર્ણય ફેરવાયો હતો અને હવે આવતી કાલે ગુરૂવારે 28 નવેંબરે સાંજે 6-40 વાગ્યે શિવાજી પાર્કમાં ઉદ્ધવનો મુખ્ય પ્રધાન તરીકેનો સોગનવિધિ યોજાશે. આ પ્રસંગે હજારો શિવસૈનિકો ઉમટી પડે એવી શક્યતા છે કારણ કે, દર દશેરાએ શિવસેના શિવાજી પાર્કમાં રેલી યોજતી હતી જેને બાળાસાહેબ ઠાકરે પોતાની તેજાબી શૈલીમાં સંબોધતા હતા.આમ તો 28 ડિસેંબરની તારીખ પણ રદ થવાની હતી. એકવાર એવી જાહેરાત પણ કરી દેવામાં આવી હતી. પરંતુ પાછળથી એ તારીખ અંકે કરાઇ અને સમય નક્કી થયો. હવે આવતી કાલે સાંજે સોગનવિધિ થશે.

શુભમૂહૂર્તમાં જ શપથવિધિ:

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે આવતીકાલે ઉદ્ધવ ઠાકરે શપથ ગ્રહણ કરે તે પહેલા તેઓએ આજે રાજ્યપાલ સાથે મલુકાત કરી છે.. પદનામિત મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પત્ની રશ્મી ઠાકરે સાથે રાજભવન પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વાળી સરકારના શપથ ગ્રહણને લઈને બે વખત પહેલા સમય અને એક વખત તારીખ બદલવામાં આવી હતી. જે પાછળ કેટલીક જ્યોતિષિય ગણતરી પણ હોવાનુ મનાય છે. કારણ કે,અત્યાર સુધી હિન્દુત્વની રાજનીતિ કરતી શિવસેના વગર શુભમૂહૂર્તમાં જ શપથવિધિ યોજવા ઈચ્છુક મનાય છે. અગાઉ એક ડિસેમ્બરે પાંચ વાગ્યે શિવાજી પાર્કમાં શપથવિધિ થવાની હતી.જે બાદ 28 નવેમ્બરે સાંજે છ કલાકે 40 મિનિટે શપથવિધિ નક્કી થઈ. ઉલ્લેખનિય છે કે, ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રમાં કિંગ મેકરની ભૂમિકામાંથી કિંગ બનવા તૈયાર છે.

શપથ ગ્રહણ માટે કોને મળી શકે છે નિમંત્રણ:

રાજ ઠાકરે (મનસે), મમતા બેનર્જી (મુખ્યમંત્રી, બંગાળ), અરવિંદ કેજરીવાલ (મુખ્યમંત્રી, દિલ્લી), ચંદ્રાબાબૂ નાયડૂ (ટીડીપી), અશોક ગહેલોત (મુખ્યમંત્રી, રાજસ્થાન), અખિલેશ યાદવ (પૂર્વ મુખ્યમંત્રી, ઉત્તર પ્રદેશ), એચડી દેવગૌડા (પૂર્વ મુખ્યમંત્રી)ને પણ આમંત્રણ મોકલવામાં આવી શકે છે. રાહુલ ગાંધીનાં આવવા પર હજુ સસ્પેન્સ છે.

શરદ પવાર ફાઇનલ કરી રહ્યા છે લિસ્ટ

શપથ ગ્રહણમાં હવે ઓછો સમય બાકી છે આવામાં એ નેતાઓને નિમંત્રણ આપવામાં આવી રહ્યું છે જેઓ જલદી મુંબઈ પહોંચી શકે. અત્યારે એનસીપી પ્રમુખ શરદ પવાર મહેમાનોની યાદી ફાઇનલ કરી રહ્યા છે, ત્યારબાદ ફોન કૉલ જવો શરૂ થઈ જશે.

શું મોદી-શાહને જશે નિમંત્રણ?

શિવસેના નેતા સંજય રાઉતે મંગળવારનાં પણ નિવેદન આપ્યું હતુ કે તેઓ શપથ ગ્રહણ સમારંભ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહને પણ નિમંત્રણ મોકલશે. જો કે હજુ એ કન્ફર્મ નથી થયું કે પાર્ટી તરફથી તેમને આમંત્રણ આપવામાં આવશે કે નહીં. જો આમંત્રણ આપવામાં આવે છે તો રાષ્ટ્રિય સ્તરનાં નેતા આમાં સામેલ થશે તેના પર સૌની નજર રહેશે.

અન્ય તૈયારીઓ કેવી છે?

ઉદ્ધવ ઠાકરેનાં શપથ ગ્રહણ સમારોહને લઇને શિવાજી પાર્કમાં તૈયારીઓ માટે બીએમસીનાં કમિશ્નર અને પોલીસ અધિકારી શિવાજી પાર્ક પહોંચ્યા. લગભગ 70000 ખુરશી શિવાજી પાર્કમાં લગાવવામાં આવશે. આ ઉપરાંત 6000 સ્કવેર ફૂટનું સ્ટેજ બનવવામાં આવશે, જેના પર 100 ખુરશી લગાવવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે 20 એલઇડી પણ લગાવવામાં આવશે. ઉદ્ધવ ઠાકરે ગુરૂવારે સાંજે 6:40 વાગ્યે શપથ ગ્રહણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *