હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે.આવા સમયમાં ઘણાં લોકોને આર્થિક સંકડામળનો સામનો કરવો પડ્યો છે. આની સાથે જ સમગ્ર દેશમાંથી નોકરીની લાલચ આપીને છેતરપીંડી કરતાં હોય એવી ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ઉત્તરપ્રદેશમાંથી સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશનાં કાનપુરમાં આવેલ બેકનગંજમાં રહેતી 55 વર્ષની અલીમુન્નિસાને 23 ઓક્ટોબર વર્ષ 2019ના રોજ ટ્રાવેલ એજન્ટે વિઝિટર વિઝા મારફતે નોકરી માટે ઓમાન મોકલવામાં આવી હતી.
એમને એવું કહેવામાં આવ્યું હતું કે, એમણે ત્યાં કુલ 2 નાના પુત્રો તેમજ એક વૃદ્ધ મહિલાની દેખરેખ રાખવાની છે. એના બદલામાં ભારતીય કરન્સીમાં કુલ 16,000 રૂપિયા તેમજ જમવાનું તથા રહેવાની વ્યવસ્થા મફત રહેશે પણ ઓમાન પહોંચ્યાના થોડા જ દિવસો બાદ અલીમુન્નિસા પર કહેર વરસવાં લાગ્યો હતો. નાની-નાની વાતો પર અમાનુષીને માર મારવામાં આવી રહ્યો હતો.
પીડિતાએ જણાવતાં કહ્યું હતું કે, ઓમાનમાં આવેલ મસ્કત શહેર પહોંચ્યા બાદ એને ત્યાં અન્ય એજન્ટને વેચી દેવામાં આવી હતી તથા એજન્ટે એને ફાતિમા નામની મહિલાને સોંપી દીધી હતી. અલીમુન્નિસાનાં જણાવ્યા પ્રમાણે, ઓમાનમાં ફાતિમા નામની મહિલા એની સાથે જાનવરો જેવું વર્તન કરતી હતી. એની સાથે મારપીટ કરવામાં આવતી હતી તથા એનું શોષણ પણ કરવામાં આવતું હતું.
ફાતિમા મને કોઈ અન્ય વ્યક્તિને હવાલે કરવા માંગતી હતી. એના માટે ફાતિમાએ કોઈ વ્યક્તિ પાસેથી પૈસા પણ લઈ લીધા હતા. આ બધી જ વાતોની વચ્ચે કોઈપણ રીતે ભારતમાં મારા દીકરા મોહસિનની સાથે સંપર્ક કર્યો તથા બધી હકીકત જણાવી દીધી હતી.
ભારતીય હાઈ કમિશનર પાસે માંગી મદદ :
માતાની સ્તિથીની માહિતી મેળવીને મોહસિન તડપી ઉઠ્યો હતો તેમજ એનાં સગાસંબંધિને ઘટનાની સઘળી જાણ કરી દેવામાં આવી હતી. એ પોતે ઓમાન જવાનું વિચારવા લાગ્યો પણ પરિવારજનોના કહેવાને લીધે એને સૌપ્રથમ સરકારની પાસે મદદની માંગણી કરી હતી. મોહસિનને માતાને છોડાવવા માટે વિદેશ મંત્રાલય, રાષ્ટ્રીય માનવાધિકાર આયોગને પત્ર લખીને ઓમાનમાં માતાને વેચવાની વાત જણાવી હતી. આ ઘટનાક્રમ વચ્ચે ઓમાનમાં વિજયલક્ષ્મી નામની સમાજ સેવિકાએ પણ માતાને ભારતીય હાઈકમિશનર સુધી પહોંચવા માટે સહાય કરી હતી. ત્યાં સંપર્ક કર્યા બાદ અલીમુન્નિસાને શેલ્ટર હોમમાં રાખવામાં આવી હતી.
દીકરાને લીધે આજે હું જીવિત છુ :
પાસપોર્ટ તથા બીજા દસ્તાવેજ મળ્યા બાદ એને મસ્કટથી 25 ઓગસ્ટનાં રોજ લખનઉ મોકલવામાં આવી હતી, ત્યાંથી તેઓ કાનપુર આવી ગયા હતાં. ઓમાનથી પરત ફરેલ મહિલાએ પોતાની સાથે થયેલ જુલ્મો વિશેની દર્દનાક વાતો કહી હતી. જ્યારે હવે ભારત પરત ફરેલ પીડિતા કેન્દ્ર સરકારથી લઈને વિદેશ મંત્રાલય સુધી ધન્યવાદ પાઠવી રહી છે. આની સાથે તેઓ જણાવી રહી છે કે, જો સરકાર તથા વિદેશ મંત્રાલયની સાથે મારા દીકરાએ મને ભારત ન બોલાવી હોત તો આજે હું જીવિત ન હોત.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle