સુરેન્દ્રનગર: સરકાર સરકારી અધિકારીઓને કામ કરવાની જગ્યા પર ટાઈમપાસ કરવા માટે પગાર ચુકવતી હોય તેવું સામે આવી રહ્યું છે. કારણ કે, મોટાભાગની સરકારી કચેરીમાં સમયસર અધિકારીઓ આવતા નથી. તેથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને ક્યારેક તો એવા નિયમો બનાવવા પડે છે કે મોડા આવતા અધિકારીઓને દંડ ભરવો પડશે પરંતુ સરકારના આવા પગલાથી પણ અધિકારીઓ સુધરવાના નામ નથી લેતા. ત્યારે વધુ એક સરકારી કર્મચારીની બેદરકારી જોવા મળી રહી છે. સરકારી અધિકારી ફરજ પર કામ કરવાના બદલે પોતાના મોબાઈલમાં ગેમ રમતો સામે આવ્યો છે અને આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીની હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કચેરીમાં આરોગ્ય વિભાગનો એક કર્મચારી ફરજના સમયે કામ કરવાના બદલે ખુરશી પર આરામથી પોતાના મોબાઈલમાં ગેમ રમતો હોય તેવા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. મહત્ત્વની વાત છે કે, અરજદારોને સરકારી કચેરીઓમાં પોતાના કામ કરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે પરંતુ સરકારી કચેરીમાં લોકોની મુશ્કેલી દૂર કરવાના બદલે આવા આળસુ કર્મચારીઓ પોતાના મોબાઈલમાં ગેમ રમીને ટાઇમપાસ કરે છે.
ત્યારબાદ હવે લોકો માગણી કરી રહ્યા છે કે, સરકારી કચેરીઓમાં જિલ્લા કલેકટર દ્વારા બરાબર કામ થાય છે કે નહીં, અધિકારીઓ સમયસર આવે છે કે નહીં, તે બાબતે તપાસ કરવા માટે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે. જો આવું કરવામાં આવશે તો જ સરકારી અધિકારીઓની કરતૂતોનો પ્રદાફ્રાશ ત્યારે હવે જોવાનું એ રહે છે કે, ફરજ સમયે મોબાઈલમાં ગેમ રમતા કર્મચારી વિરુધ તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.
મળતી માહિતી અનુસાર, થોડા દિવસો પહેલાં જ રાજ્યના નાણાં વિભાગે એક પરિપત્ર બહાર પડ્યો હતો. જેમાં સરકારી કર્મચારીઓને સવારે 10:30થી સાંજે 6:10 વાગ્યા સુધી પોતાની ફરજ પર હાજર રહેવું પડશે અને જો કર્મચારી 10 મિનિટ પોતાની ફરજ કરતા અઠવાડિયામાં બે વખત મોડો આવશે અથવા તો પોતાની ફરજ કરતાં 10 મિનિટ નોકરી પતાવીને પોતાના ઘરે વહેલા જતા રહેશે તો અધિકારીની તે દિવસની અડધી રજા ગણવામાં આવશે. જો કર્મચારીને કોઈ કારણોસર મોડું થાય તો પોતાના ઉપરી અધિકારીને વોટ્સએપ પર મેસેજ કરીને આ બાબતે જાણ કરવાની રહેશે. સરકારના આવા કડક નિયમો છતાં પણ સરકારી અધિકારીઓ સુધરવાતા નથી. હજુ પણ રાજ્યની ઘણી સરકારી કચેરીઓમાં અધિકારીઓ સમયસર આવતા નથી. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.