લાંબા સંબંધ પછી તમારું બ્રેકઅપ થઈ ગયું છે? શું તમે તેના કારણે હતાશા અનુભવો છો? શું તમને લાગે છે કે,
તેનાથી તમારા વજનને લઈને સમસ્યા આવી રહી છે? જો આવું કંઇક તમારી સાથે છે, તો તમારે ચિંતા કરવાની કંઈ જરૂર નથી. હકીકતમાં, એક રિસર્ચમાં દર્શાવવામાં આવ્યું છે કે ભાવનાત્મક રીતે જીવનમાં હતાશા હોવા છતાં બ્રેકઅપ પછી સરેરાશ રીતે લોકોનાં વજનમાં વધારો થતો નથી.
સંશોધનકારોના જણાવ્યા અનુસાર, લોકો કેટલીક વખત નેગેટિવ ફીલિંગ્સથી છૂટકારો મેળવવા માટે ખોરાકનો ઉપયોગ કરે છે અને ત્યારબાદ અનહેલ્ધી ફૂડ તેમની ચોઈસમાં સામેલ થઈ જાય છે. ‘જર્નલ ઓફ ધ ઇવલૂશનરી સ્ટડીઝ કન્સોર્ટિયમ’માં આ રિસર્ચ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તેના માટે, સંશોધનકોએ બે રિસર્ચ પૂરાં કર્યાં તે જાણવા માટે કે બ્રેકઅપ પછી લોકોનું વજન વધે છે કે કેમ. પ્રથમ રિસર્ચ માટે, સંશોધનકારોએ 581 લોકોને સામેલ કર્યા હતા કે શું તેઓ એક વર્ષમાં બ્રેકઅપમાંથી પસાર થયા છે અને તેનું વજન વધ્યું છે કે ઘટ્યું છે. તેમાં 62.7% લોકોએ જણાવ્યું કે, તેમનાં વજન પર કોઈ અસર થઈ નથી.
બીજાં રિસર્ચ માટે સંશોધનકારોએ 261 લોકોની નિમણૂક કરી. તેમાં લોકોને પૂછવામાં આવ્યું કે શું તેઓએ ક્યારે લોન્ગ ટર્મ રિલેશનશિપ તૂટવાનો અનુભવ કર્યો છે અને પરિણામે તેનાથી તેમનું વજન વધ્યું છે કે ઘટ્યું છે. સર્વેમાં સહભાગીઓને પણ પૂછવામાં આવ્યું હતું કે તેમના એક્સ-પાર્ટનર માટે એટિટ્યૂડ કેવો હતો અને તેઓ રિલેશનશિપમાં કેવી રીતે કમિટેડ હતા, કોણે બ્રેકઅપ કર્યું વગેરે. તેમાં 65.13 ટકા લોકોનું માનવું હતું કે રિલેશનશિપ તૂટ્યા બાદ તેમનાં વજન પર કોઈ અસર નહોતી થઈ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.