અંધારી રાત્રે ખેલાયો ખૂની ખેલ: ફક્ત 35 સેકન્ડમાં જ યુવકની હત્યા કરીને ઘટનાને આપ્યો અંજામ- ઘટના CCTVમાં કેદ

રાજ્યમાં જાહેરમાં થતી હત્યાઓને લઈ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં રાજ્યના રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં આવેલ થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે 2 બુકાનીધારીએ યુવાનની છરીના ઘા ઝીંકીને જાહેરમાં હત્યા કરી દેતા હોબાળો મચી જવા પામ્યો છે. આ હત્યાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ જતાં પોલીસ દ્વારા આરોપીઓને પકડી પાડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રાત્રીના 8.52ના સમયે બનાવ બન્યો:
શહેરમાં ગુરુવારની રાત્રે જાહેરમાં જ હત્યાનો બનાવ બન્યો છે. આ ઘટનાને કારણે બંદોબસ્તમાં વ્યસ્ત પોલીસમાં દોડધામ મચી ગઇ છે. સંતકબીર રોડ પરનાં કનકનગર-1ના ખૂણે રાત્રીના 8.52ના સમયે આ ઘટના બની હતી છે. આ જ વિસ્તારમાં રહેતો વિજય ધીરૂભાઇ મેર નામનો 30 વર્ષીય યુવાન મિત્ર સાથે મકાનના ઓટલા પર બેઠો હતો. બાઇક પર 2 બુકાનીધારી શખ્સ ઘુસી જતા વિજય કંઇ સમયે તે પહેલા જ ધારિયું અને છરીથી હુમલો કર્યો હતો.

ધારિયાથી આડેધડ 10 ઘા ઝીંકયા:
વિજય પર હુમલો થતાંની સાથે જ તેની સાથે બેઠેલો તેનો મિત્ર ત્યાંથી ભાગી ગયો હતો. આની સાથે જ 2 બુકાનીધારીમાંથી એક શખ્સે વિજયને ધારિયાથી આડેધડ 10 ઘા ઝીંકયા હતા. જ્યારે અન્ય બુકાનીધારી શખ્સે છરીનાં 3 ઘા ઝીંકીને બાઇક પર ભાગી ગયા હતા.

ઘટનાને કારણે આસપાસનાં વિસ્તારના લોકો ભેગા થયા પછી લોહીલુહાણ થયેલ વિજયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો કે, જ્યાં વિજયને સારવાર મળે તેનાં પહેલાં જ ફરજ પરના તબીબે મોત થયાનું જાહેર કર્યું હતું.

સગીરાના અપહરણમાં યુવક આરોપી હતો:
ઘટનાસ્થળે CCTV કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ હોવાથી પોલીસે ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે તથા હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાને પકડવા માટે સમગ્ર શહેરમાં નાકાબંધી કરી દેવામાં આવી છે. વિજય મેર પાડોશમાં રહેતી તરૂણીને ગત ઓકટોબર માસમાં ભગાડી ગયો હતો.

ઘટનાની હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ દાખલ થતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરી એપ્રિલ માસમાં પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી તેમજ વિજય હજુ થોડા દીવસ અગાઉ જામીન પર છુટયાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *