કોરોના વાયરસના મારથી ઝઝૂમી રહેલા ચીનના યુનાન પ્રાંતમાં એક વ્યક્તિનું સોમવારે હંટા વાયરસ થી મોત થઇ ગયું છે. પીડિત વ્યક્તિ કામ કરવા માટે બસમાં શાડોંગ પ્રાંતમાં પરત આવી રહ્યો હતો. તે હંટા વાયરસથી પોઝિટિવ હતો. તે બસમાં મુસાફરી કરી રહેલા 32 અન્ય લોકોનું પણ સ્વાસ્થ્ય ચકાસવામાં આવ્યું હતું. ચીનના સરકારી સમાચાર પત્ર ગ્લોબલ ટાઇમ્સે આ ઘટનાની જાણકારી આપ્યા બાદ સોશિયલ મીડિયા પર ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.મોટી સંખ્યામાં લોકો ટ્વિટ કરી આ ડર વ્યક્ત કરી રહ્યા છે કે ક્યાંક વાયરસની જેમ આ પણ એક મહામારી ન બની જાય.લોકો કહી રહ્યા છે કે જો ચીનના લોકો જનાવરોને જીવતા ખાવાનું બંધ નહીં કરે તો આવું થતું જ રહેશે. શિવમ લખે છે કે, ચીની લોકો હવે વધુ એક મહામારીના પરિયોજના ઉપર કામ કરી રહ્યા છે. આ હંટા વાયરસ ઉંદરને ખાવાથી થાય છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલ આ વાતચીત વચ્ચે આવો જાણીએ કે હંટા વાયરસ શું છે અને તે કોરોના ની જેમ ઘાતક છે?
જાણો શું છે હંટા વાયરસ?
વિશેષજ્ઞોનું માનવું છે કે કોરોના વાયરસની જેમ હંટા વાયરસ ઘાતક નથી. કોરોનાથી વિરુદ્ધ આ હવા દ્વારા ફેલાતો નથી. આ ઉંદર કે ખિસકોલી ના સંપર્કમાં મનુષ્યના આવવાથી જ ફેલાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા અનુસાર ઉંદરોના ઘરમાં રહેવાથી કે બહાર નીકળવા થી કે અવર જવર કરવાથી હંટા વાયરસના સંક્રમણનો ભય રહે છે.ત્યાં સુધી કે જો કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ તે હંટા વાયરસના સંપર્કમાં આવે છે તેઓ તે તેનાથી સંક્રમિત થવાનો ભય રહે છે.
જોકે હંટા વાયરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. પરંતુ જો કોઈ વ્યક્તિ ઉંદરના મળ મૂત્ર અને અડ્યા બાદ પોતાના આંખ, નાક અને મોઢાને સ્પર્શ કરે છે તો તેને હંટા વાયરસ થી સંક્રમિત થવાનો ભય વધી જાય છે. આ વાઇરસના સંક્રમણ થવાથી માણસોમાં તાવ, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, પેટમાં દુખાવો, ઉલટી તેમજ ડાયરિયા જેવા લક્ષણો આવી જાય છે.જો તેના ઇલાજ માં મોડું થાય તો સંક્રમિત મનુષ્યના ફેફસામાં પાણી પણ ભરાઈ જાય છે જેનાથી તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે.
હંટા વાયરસ જીવલેણ છે?
CDC ના અનુસાર હંટા વાયરસ પ્રાણઘાતક છે. તેનાથી સંક્રમિત વ્યક્તિઓના મૃત્યુ ની આશંકા ૩૮ ટકા છે. ચીનમાં હંટા વાયરસ નો આ મામલો એવા સમયે આવ્યો છે જ્યારે આખી દુનિયા વુહાનથી નીકળેલા કોરોના વાયરસની મહામારી થી ઝઝૂમી રહી છે. કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધી 16,500 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. એટલું જ નહીં અત્યાર સુધી દુનિયાના 3,82,824 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. કોરોના વાયરસનો વ્યાપ એટલો બધો વધી ગયો છે કે તે હવે 196 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે.
“કોરોના ધરતી છોડીને આકાશમાર્ગે ઊભી પૂંછડીએ ભાગ્યો” જાણો શું છે હકીકત?