અમદાવાદ જિલ્લામાં નવા ડીએસપી અને રેન્જ આઇજી આવતા શ્રાવણ માસમાં જુગાર પર કેસો કરવાના ટાર્ગેટ જિલ્લા પોલીસને આપ્યા હોવાથી પોલીસ ટાર્ગેટ પૂરો કરવા ધમપછાડા કરી રહી છે. જેમાં એક યુવકનું માર મારવાથી મોત થયાં નાં લોકોના આક્ષેપ હતા. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ગોધાવી ગામમાં બોપલ પોલીસ શનિવારે સાંજે રેડ કરવા ગઈ હતી આ સમયે જુગાર રમતા શખસો સાથે પોલીસે ઝપાઝપી કરી હતી. પોલીસની દાદાગીરીથી યુવકનું મોત થતાં લોકોએ બોપલ પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો.
મૃતકના ભત્રીજાનું કહેચુ છે કે, મુકેશભાઈ સહીત ચાર પોલીસ જવાનો ગોધાવી ગામમાં જુગાર રમતા છોકરાઓને પકડવા માટે સફેદ કલરની સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા. પોલીસ જવાનોએ જુગાર રમતાં લોકોને પકડવા દોડ લગાવી અને રસ્તામાં પસાર થતાં મારા કાકાને ધક્કો માર્યો જેથી તેઓ રોડ પર પટકાયા હતા. મારા કાકાને ઇજા થતાં તેમના મોમાંથી લોહી નીકળવા લાગ્યું અને અચાનક તેઓ બેહોશ થઈ ગયા હતા. હોસ્પિટલ લઈ ગયા તો ડૉકટરે તેઓને મૃત જાહેર કર્યા હતા. મારા કાકાના મોત માટે મુકેશભાઈ સહિતના ચાર પોલીસ જવાનો જવાબદાર છે. તે લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.
મોટી સંખ્યામાં લોકોએ હોબાળો કર્યો છતાં પોલીસે અકસ્માત મોત નોધી મામલો થાળે પાડી દીધો હતો. યુવકનું રવિવારે સાણંદ ખાતે સવારે પીએમ થયા બાદ વધુ કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓએ બાહેધરી આપી લોકોને પરત મોકલ્યા હતા. જિલ્લા એસપી આવતાની સાથે જ જિલ્લામાં શ્રાવણ માસના જુગારના ગમે તે કરી કેસો કરવાની મૌખિક સૂચના આપતા પોલીસ ચારે તરફ ટાર્ગેટ પૂરો કરવા દોડધામ લગાવી રહી હતી.
આ ઘટના બાદ પોલીસ ઈન્સ્પેક્ટરે લૂલો બચાવ કરતા કહ્યું કે, ખાનગી કાર લઈ પોલીસ જવાનો પેટ્રોલિંગમાં નીકળ્યા હતા. ગોધવીમાં કાર ઉભી રાખી અને પોલીસ જવાનો નીચે ઉતર્યા ત્યાં તો જુગાર રમતા શખ્સો ભાગ્યા હતા. મંગળસિંહને તેમાંથી કોઈનો ધક્કો લાગ્યો હતો. પોલીસ જવાનો કોઈને પકડવા દોડયા જ નથી. પરિવારના આક્ષેપ મુજબ અમે અકસ્માત મોતની નોંધ કરી જવાબ લીધા છે. મૃતક મંગળસિંહની ડેડબોડી પીએમ અર્થે મોકલી આપી છે. પીએમ રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરીશું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.:https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP