હાલ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. જયારે રાજ્યના દરેક લોકોએ વરસાદની આશા છોડી દીધી હતી ત્યારે મેઘરાજાએ રાજ્યમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ગુજરાતમાં જળબંબાકાર સર્જ્યો છે. એકસાથે કેટલાય લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં સુકાયેલા ડેમમાં નવા નીર આવ્યા છે પરંતુ વરસાદ એટલો વધી ગયો છે કે, પરીસ્થિતિ દિવસેને દિવસે બેકાબુ થતી દેખાઈ રહી છે.
હાલ જૂનાગઢની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મન મુકીને વર્ષી રહ્યા છે. ત્યારે રાજકોટ જિલ્લામાં અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેમાં પાણીના વહેણમાં કાર તાનાયાની ઘટના પણ સામે આવી છે. ત્યારે આવા સમય વચ્ચે લોકોમાં ભારે વરસાદને કારણે એરાટેટી મચી છે અને જો વરસાદ બંધ નહિ થાય તો વધારે નુકશાનની ચિંતા વ્યક્ત કરી છે.
જળબંબાકાર સર્જાતા મોટાભાગની જગ્યાએ કેડસમા પાણી ભરાયા છે, ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ડીઈઓ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે, તમામ શાળાઓ બંધ રહેશે. ભારેથી અતિ ભારે વરસાદના કારણે તાત્કાલિક તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રાથમિક શાળાઓથી લઈને માધ્યમિક શાળાઓ બંધ રાખવાનો તંત્ર દ્વારા નિણર્ય લેવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.