આજકાલ ખેડૂતો ખેતીને સૌથી વધુ ઝડપી બનાવી રહ્યો છે. આવી જ પરિસ્થિતિમાં હરિયાણાના ફર્કપુર ના રહેવાસી કૃષ્ણ લાલે પોતાના જ ઘરની અગાસી ઉપર શાકભાજી નું વાવેતર કરી અશક્ય ઘટનાને પણ શક્ય કરી બતાવી છે. કૃષ્ણલાલ એ જણાવ્યું કે, હું રેલવે સ્ટેશન ઉપર કામ કરી રહ્યો હતો. પરંતુ હું ત્યાંથી નિવૃત્ત થયા બાદ મેં થોડો પણ સમય આરામ કર્યો નથી. હું સતત પ્રયત્નો કરી રહ્યો હતો. મારી પાસે જગ્યાની ઓળખ હોવાના કારણે મે મારા ઘરની અગાસીમાં જ શાકભાજીનું વાવેતર કરવાનું શરૂ કર્યું હતું.
ત્રણ વર્ષ પહેલા નો પ્રયોગ થયો સફળ…
કૃષ્ણ લાલની અગાસીમાં થઈ રહેલ શાકભાજીનું વાવેતર દ્વારા ફક્ત કૃષ્ણલાલ નહી પરંતુ પડોશી પણ શાકભાજીનો ઉપયોગ કરે છે. ત્રણ વર્ષ બાદ ખરેખર મહેનત રંગ લાવી છે. કૃષ્ણલાલ એ જણાવ્યું કે કરણી અગાસીમાં કૃષ્ણા પતે લીલા મરચા,રીંગણા, કોબીજ, મૂળા, ટમેટા,ધાણા,લસણ,ગાજર વગેરે શાકભાજી નું ઉત્પાદન કરે છે. આ દરેક શાકભાજીનું ઉત્પાદન કરીને કૃષ્ણલાલ પડોશીને પણ આપે છે.
અગાસીમાં સજાવટ માટે અલગ-અલગ રંગના ફૂલો પણ લગાવવામાં આવ્યા છે. જેના કારણે આખી અગાસી ખૂબ જ સુંદર લાગી રહી છે. તે સિવાય પણ હવે પોતાની અગાસી માં વિદેશી વૃક્ષ રોપણ કરવા જઈ રહ્યા છે. જેના કારણે કૃષ્ણ લાલ ને અને પડોશી લોકોને પણ હવે વિદેશી ફળ નો પણ લાભ મળે છે. કૃષ્ણલાલને નાનપણથી જ વૃક્ષો પ્રત્યે લાગણી હતી. જે અત્યારે પૂર્ણ થઇ રહી છે.
ત્રણ વર્ષ પહેલા કૃષ્ણલાલે અમુક શાકભાજી ઉગાવા માટે પ્રયત્નો કર્યા હતા. પરંતુ આ પ્રયત્નમાં તેને સફળતા મળી હતી.
લોકોને શાકભાજી ઉગાડવા માટે કરી રહ્યા છે જાગૃત..
કૃષ્ણલાલ નું કેવું છે કે, પહેલા લોકો આવું કાર્ય કરવાથી મારી ઉપર હસી રહ્યા હતા. પરંતુ હવે પડોશી લોકો પણ અગાસી ઉપર આવી શાકભાજી નું વાવેતર કરવા માટે જાગૃત થયા છે. કૃષ્ણલાલ નું કહેવું છે કે આવી શાકભાજીનું વાવેતર કરીને પ્રદૂષણને અટકાવી શકાય છે. કૃષ્ણલાલ નું કહેવું છે કે, સમગ્ર વિશ્વમાં વધી રહેલ પ્રદૂષણને અટકાવવા માટે હવે માત્ર એક જ ઉપાય બચ્યો છે.
અગાસી ઉપર ખેતી કરવા માટે મળ્યું ઇનામ.
કૃષ્ણાલાલે પ્લાસ્ટિકની કોથળી ઉપર ખેતી કરી છે. જેના કારણે માટી પણ ભીની થઈ ને છૂટી પડી શકતી નથી. અને શાકભાજીનું વાવેતર કરીને કૃષ્ણલાલ વર્ષમાં 8થી 10 હજાર રૂપિયાની બચત કરે છે. આવી શાકભાજીનું વાવેતર કરવાના કારણે જિલ્લા સ્તર પર ઇનામ મળી ચૂક્યું છે.