ભારતના સુરક્ષા એક્સપર્ટે જણાવ્યું કે શનિવારે પાકિસ્તાને પોતાના મૃત સૈનિકોનો મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરીને તેમનું અપમાન કર્યું છે. આ મૃતદેહો પાકિસ્તાનની બોર્ડર આર્મી ટિમ ના સૈનિકો અને આતંકવાદીઓ કે જેઓ ભારતની સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતા, તેમના હતા.
એ એની સાથે વાત કરતા ડિફેન્સ એક્સપર્ટ પી.કે. સેહગલે જણાવ્યું કે પાકિસ્તાન અત્યારે સંપૂર્ણ ભયજનક સ્થિતિમાં છે. પાકિસ્તાનના ભયનું કારણ એ છે કે કાશ્મીર ઘાટી માંથી 80થી 85 ટકા આતંકવાદીઓ પકડી પાડયા છે.
“હુરીયાતો નો પ્રભાવ અને વેરવિખેર થયેલ રાજકીય પાર્ટીઓ નો પાકિસ્તાન ને સપોર્ટ હવે વ્યર્થ જઈ રહ્યો છે. અને આ પાકિસ્તાનને સીધો સંદેશ છે કે અમને ફક્ત ધંધાથી મતલબ છે અને તેમના દ્વારા કરવામાં આવેલ દરેક પ્રયાસ અસફળ રહેશે. ડર અને ગભરાહટ એ લોકોના હૃદયમાં વસી ગઈ છે કે જેઓ એન્ટી નેશનલ અને દેશદ્રોહી છે. ભારત આવા એન્ટી નેશનલ લોકો સામે કડક પગલા લેતા ડરશે નહીં.”
નિવૃત્ત થયેલ આર્મીના જવાન કર્નલ થાપર દાવો કરે છે કે પાકિસ્તાન બી.એ.ટી.ના મૃત સૈનિકો ની લાશો સ્વીકારવાનો ઈનકાર કરીને તેમનું અપમાન કરી રહ્યું છે.
” આ ખુબ જ શરમજનક વાત છે કે પાકિસ્તાન પોતાના મૃત સૈનિકોના મૃતદેહ લેવા આવતું નથી. તેઓ આ રીતે વર્તન કરીને પોતાના મૃત સૈનિકોનુ અપમાન કરી રહ્યા છે. આવું કારગીલ યુદ્ધમાં પણ થયું હતું અને આપણા જવાનોએ પાકિસ્તાની જવાનોના મૃતદેહોનો નિકાલ કર્યો હતો.”
અન્ય એક ડિફેન્સ એક્સપર્ટ શિવાલી દેશપાંડે જણાવે છે,” પોતાના સૈનિકો પકડાઈ જતાં છુપાઈને ભાગી જવું એ પાકિસ્તાન ની જૂની આદત છે. પરંતુ હવે ભારત ખૂબ જ શક્તિશાળી થઈ ગયું છે, હવે કોઈ પણ આતંકવાદી સીમા પાર કરીને ભારતમાં ઘૂસી શકશે નહીં. હવે પાકિસ્તાન વિરુદ્ધ વિશ્વના બધા દેશો એક થઇ ગયા છે. અને પાકિસ્તાન ખૂબ ડરેલું છે કારણકે હવે ભાગલાવાદી લોકો પોતાનો એજન્ડા ચલાવવામાં અસફળ થઈ રહ્યા છે.”
એસપી સિંહાએ પાકિસ્તાનને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ચેતવણી આપી છે.
તેમણે કહ્યું કે,” ભારતીય આર્મી હવે વધુ સક્રિય અને મજબૂત બની છે. પાકિસ્તાને દર વખતે આપણા સાધનો ને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કર્યા છે પરંતુ હવે ભારતે એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. તેઓએ ફાયર ઉલ્લંઘન કર્યું છે, આમ કરવાથી જેમણે એલ.ઓ.સી બોર્ડર પાર કરી હોય તેમની ખબર સામાન્ય નાગરિકો ન આપી શકે. કારણ કે ઘણી બધી વખત આર્મીના ખબર સામાન્ય નાગરિકો જ પહોંચાડતા હોય છે.પાકિસ્તાને આવી શરમજનક પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ.”
શનિવારે ભારતીય સેનાએ પાકિસ્તાની સેના ના 5-7 સૈનિકો કે જે સીમા પાર કરી રહ્યા હતા તેમણે ફાયરિંગમાં મારી નાખ્યા હતા. આજે સવારે ભારતીય સેનાએ પાકિસ્તાનને તે સૈનિકોના મૃતદેહ સ્વીકારવા માટે ઓફર કરી હતી.
“અમે પાકિસ્તાનની આર્મીને તેમના મૃત જવાનો ના મૃતદેહો સ્વીકારવા માટેની ઓફર કરી હતી. પાકિસ્તાની આર્મી ને સફેદ ઝંડા સાથે મૃતદેહો પાછા લઇ જવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી નથી.”