પાકિસ્તાનમાં ટમેટાના ભાવ હાલના દિવસોમાં 300 રૂપિયા પ્રતિ કિલો થઇ ગયા છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે સ્થાનિક લોકો ટામેટા ની તુલના ખુબ કીમતી વસ્તુઓ સાથે કરવા લાગ્યા છે. લાહોરમાં એક યુવતીએ પોતાના લગ્નમાં ટમેટાનો હાર પહેર્યો છે. તેના ફોટો અને વિડીયો વાયરલ થઇ રહ્યા છે.
તેમાં દુલ્હનએ ટમેટાના હાર, ઝુમકા તેમજ અન્ય ઘરેણાઓ પહેરેલા છે તે દેખાઈ રહી છે. આ વિડીયો ઉપર સોશિયલ મીડિયામાં યુઝર્સ પાકિસ્તાનની મોંઘવારી અને પડતી અર્થવ્યવસ્થાને લઈને કોમેન્ટ કરી રહ્યા છે. દુલ્હન નું કહેવું છે કે આ ટમેટાનો હાર બતાવે છે તે અહીંયા કેટલી મોંઘવારી છે અને અમારા માટે તે કેટલા કિંમતી છે.વધુમાં તે કહે છે કે દેશમાં ટમેટા સોનાના ભાવે વેચાવા લાગ્યા છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા આ વીડિયોને હજારો લોકો વખાણી રહ્યા છે. લોકો દુલ્હનના આ અનોખા વિરોધની રીત ને વખાણી રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.