વડોદરાનાં બિલ્ડર પરિવારને મધ્ય પ્રદેશમાં અકસ્માત નડ્યો, એક જ પરિવારના 4 સભ્યો નું કરુણ મોત

માર્ગ અક્સમાતના કિસ્સાઓ ઘણીવાર બનતા રહે છે ત્યારે અનેક લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ધાર શહેરમાં…

માર્ગ અક્સમાતના કિસ્સાઓ ઘણીવાર બનતા રહે છે ત્યારે અનેક લોકો રોડ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા હોય છે. આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના ધાર શહેરમાં બની છે જ્યાં વડોદરાના બિલ્ડરની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બિલ્ડર સહિત ચાર લોકોના મોત થયા હતા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. પતિ પત્ની અને બહેનોના ઘટના સ્થળે મોત થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્યપ્રદેશના ધાર શહેર પાસે ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાના વડસર અને સમાના પરિવારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક પરિવારના એક પુરુષ અને ત્રણ મહિલાઓ સહિતક ચાર લોકોના મોત નિપજ્યા છે.

મૃતકોમાં પ્રવીણ પટેલ અને તેમના પત્ની અમિષા પટેલ, સુમિત્રા પટેલ, વર્ષા ઠાકુરનો સમાવેશ થાય છે. જ્યારે કાર ચલાવી રહેલા દીપક ઠાકુર ગંભીર રીતે ઘવાયો છે. તમામ મૃતદેહોનું ધારની જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહયું છે. વડોદરાના વડસરમાં રહેતો પરિવાર ઓમકારેશ્વરમાં સ્નાન અને દર્શન કરવા જઈ રહ્યો હતો ત્યારે તેમની કાર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી જતા આ અક્સમાત સર્જાયો હતો.

વડોદરાના વડસર અને સમામાંથી બે કારમાં લગભગ 11 લોકો ઓમકારેશ્વર જવા નીકળ્યા હતા. આગળની કાર ધાર બાયપાસ પર ફોરલેન પર ઉભેલા રેતીના ડમ્પરમાં ઘુસી ગઈ હતી. ધાર પહોંચતા પહેલા પાછલી કારમાં સવાર મયુરભાઈએ રાજગઢના પોતાના પરિચિત નિરવ ભટ્ટને ફોન કર્યો અને તેને ઉજ્જૈનના રૂટ અંગે પૂછ્યું હતું.

આ અંગે અકસ્માતનો ભોગ બનેલી કારની પાછળ આવી રહેલા કારમાં સવાર કેતનભાઈ પટેલે જણાવ્યું કે, 26 નવેમ્બરના રોજ અમાસ હોવાથી અમે તમામ લોકો ઓમકારેશ્વરમાં નર્મદામાં સ્નાન કરીને ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યાર બાદ ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા જવાના હતા. દુર્ઘટના સમયે અમારી કાર લગભગ બે કિલો મીટર દૂર હતી.

એવી પણ માહિતી મળી છે કે, અકસ્માત એટલો ગંભીર હતો કે કારની એરબેગ ફાટી ગઈ હતી. તેમજ ડમ્પરનું પાછળનું એંગલ ડ્રાઇવરની બાજુની સીટ સુધી પહોંચી ગયું હતું. આ ઉપરાંત કારનો એક દરવાજો પણ લોક થઈ ગયો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અકસ્માત બાદ રસ્તા પરથી પસાર થતા લોકો મદદ કરવાને બદલે ફોટો પાડતા રહ્યા હતા અને વીડિયો ઉતારતા રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *