ભારત સરકારે 25મી માર્ચથી લોકડાઉન અમલી બનાવ્યું હતું ત્યારથી ભારતમાં રમતગમત પણ બંધ થઈ ગયું છે. કોરોના વાયરસના કારણે હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રિકેટ ટુર્નામેન્ટ્સ છેલ્લા ઘણા સમયથી મુલતવી અને રદ કરવામાં આવી છે. જેના કારણે ખેલાડીઓ ઘરે રહી પરિવાર સાથે સમય પસાર કરી રહ્યા છે સાથે જ સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહેવા લાગ્યા છે.
લોકડાઉનમાં ઘરે કંટાળીને પાકિસ્તાનના જાણીતા ક્રિકેટર હસન અલીના એક મિત્રએ હસનનો એક વીડિયો સોશિયલ મીડિયામાં પર શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થયો છે. અત્યાર સુધીમાં આ વિડીયો હજારો લોકો દ્વારા જોવવામાં આવી ચુક્યો છે.
આ વાયરલ વીડિયોમાં હસન અલી વિદેશની શેરીઓમાં નાચતા દેખાઈ રહ્યો છે. વીડિયોમાં હસન રોડ પર લાઇવ મ્યુઝિક પર ડાંસ કરતા જોવા મળી રહ્યો છે. તેની સાથે એક વિદેશી યુવતી પણ દેખાઈ રહી છે. જે સાથે-સાથે ડાન્સ કરી રહી છે. આ મહિલા સાથે-સથે મ્યુઝિક પણ વગાડી રહી છે. જો કે, વીડિયોમાં આ સ્પષ્ટ નથી કે, આ ક્યાનો અને કેટલા સમય પહેલાનો છે. હસન ડાન્સ કરતા મ્યુઝિક વગાડનારના બેગમાં પૈસા પણ મૂકે છે.
તમને જણાવી દઈએ કે, હસન અલી વર્ષ 2019થી વર્લ્ડ કપ બાદથી પાકિસ્તાન ટીમમાંથી બહાર છે. ક્રિકેટથી ભલે તે દૂર છે. પરંતુ તેના અંગત જીવનમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વર્ષે જ તેણે ભારતીય મૂળની શામિયા આરજૂ નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. હસન અલીએ પાકિસ્તાન માટે 9 ટેસ્ટ, 53 વન ડે અને 30 ટી20 મેચ રમી ચુક્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news