હાલમાં એક ઘટના સામે આવી છે. પાકિસ્તાનની પ્રખ્યાત TV ચેનલ ‘ડોન ન્યૂઝ’ ને કથિત હેક કરવાની ઘટના સામે આવી છે. એવું જાણવામાં આવી રહ્યું છે, કે હેકરોએ ચેનલની સ્ક્રીન પર જ ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો. એટલું જ નહીં, ‘હેપ્પી સ્વતંત્રતા દિવસ’ પણ સ્ક્રીન પર દેખાયું હતું.
ખરેખર, તો પાકિસ્તાન TV ન્યૂઝ ચેનલ ડોન પર આ બધું રવિવારનાં રોજ થયું હતું. જ્યારે પ્રસારણ દરમિયાન એક જાહેરાત ચાલી રહી હતી, એ જ સમયે હેકિંગની ઘટના બની હતી. અચાનક જ ભારતીય ત્રિરંગો લહેરાવા લાગ્યો તેમજ એ જ સમયે ‘હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે’ પણ સ્ક્રીન પર બોલ્ડ અક્ષરોમાં બતાવવામાં આવ્યું હતું.
આ ઘટનાનાં ફોટો તથા વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તેને કેટલાંક ટ્વિટર યુઝર્સે પણ જોયું છે. ઘણાં લોકોએ તો આ વીડિયોને ટ્વીટ પણ કર્યો છે.
બીજી બાજુ, ડોન ન્યૂઝે એક નિવેદન બહાર પાડ્યું છે, કે રવિવારનાં રોજ ભારતીય ત્રિરંગો અચાનક જ ડોન ન્યૂઝ પર દેખાવા લાગ્યો હતો તથા ‘હેપ્પી ઈન્ડિપેન્ડન્સ ડે’ પણ સ્ક્રીન પર દેખાયું હતું. જે થોડો સમય માટે જ રહ્યો ત્યારપછી તે ગાયબ થઈ ગયો હતો. અમે પણ આ સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ.
ડોન ન્યૂઝે ઉર્દૂમાં ટ્વિટ કરીને જણાવ્યું છે, કે ડોન ન્યૂઝ એની સ્ક્રીન પર અચાનક જ ભારતીય ત્રિરંગો પ્રસારણ અને ‘હેપ્પી ઇન્ડિપેન્ડન્સ ડે’ ટેક્સ્ટની પણ તપાસ કરી રહ્યું છે. અમે ટૂંક જ સમયમાં આની વિશે અમારા પ્રેક્ષકોને જાણ પણ કરીશું.
હાલમાં, આ ઘટનાને લગતી થોડીક જ સેકંડનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વિડીયો ..
Just In: Dawn Channel was hacked and started broadcasting Tiranga!!
Jai Hind??pic.twitter.com/PGh2ibozLe
— ?????? (@TheDangerOP) August 2, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP