ડોક્ટર છે કે ડાકુ! હાથનું ઓપરેશન કરવાનું હતું ને, પગમાં સળીયો નાખી યુવકને ખાટલા ભેગો કર્યો

ઓર્થોપેડિસ્ટ(Orthopedist)ની બેદરકારીએ એક યુવકના જીવ અધ્ધર કરી દીધા. એક યુવક તેના હાથનું ઓપરેશન(operation) કરાવવા હોસ્પિટલમાં દાખલ થયો હતો, પરંતુ ઓર્થોપેડિક સર્જન અને તેની ટીમેં તેના પગનું ઓપરેશન કકરી નાખ્યું. યુવકના હજેહાજા પગમાં લોખંડનો સળિયો નાખી દીધો હતો. પીડિત યુવકનું નામ પ્રિન્સ છે. ડોકટરોની બેદરકારી બાદ પરિવારજનોએ આ અંગે ફરિયાદ કરી છે. મામલો સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ બાદ કાર્યવાહી કરવાની વાત કરી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર, 2 જુલાઈના રોજ સવારે તે પોતાના ગામથી પલવલ જવા નીકળ્યો હતો. રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. અથડામણમાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતા જ પરિવારજનોએ પ્રિન્સને જિલ્લા સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. અકસ્માતમાં પ્રિન્સને હાથમાં ઘણી ઈજા થઈ હતી. પરંતુ સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબે હાથને બદલે પગમાં ઓપરેશન કર્યું હતું. પ્રિન્સના પગમાં સળિયો નાખી ઓપરેશન કરી નાખ્યું હતું.

ખોટા ઓપરેશનથી પિતાના હોશ ઉડી ગયા, ડોક્ટર પર મોટો આરોપ
પ્રિન્સના પિતાએ જણાવ્યું કે જ્યારે તેમને આ વાતની જાણ થઈ તો તેમના હોશ ઉડી ગયા. તેમણે તાત્કાલિક હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓને આ અંગે જાણ કરી હતી. પરંતુ તેમની તરફથી કોઈ સુનાવણી થઈ ન હતી. આ પછી જ્યારે તેણે હંગામો મચાવ્યો ત્યારે તેની વાત સાંભળવામાં આવી હતી. આ પછી, તેણે તેની ફરિયાદ જિલ્લા સિવિલ હોસ્પિટલના સિવિલ સૃજનને આપી અને ડૉક્ટર સામે કાર્યવાહીની માંગ કરી. ઓર્થોપેડિક ડોક્ટર સંદીપ સોની પર અગાઉ પણ સારવારના નામે પૈસા પડાવવાનો આરોપ લાગ્યો હતો.

CMOએ કહ્યું: તપાસમાં દોષિત જણાશે તો ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે:
જિલ્લા સિવિલ હોસ્પિટલના સીએમઓ અજયના જણાવ્યા અનુસાર, આ મામલે ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવશે. જો ડોક્ટર દોષિત ઠરશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે બોર્ડ દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *