સુરત(ગુજરાત): તાજેતરમાં સુરત(Surat) શહેરમાં ગુનાખોરીને ડામવા પાંડેસરા પોલીસ(Pandesara Police) દ્વારા મોડીરાત્રે સરપ્રાઇઝ ચેકિંગ(Surprise checking) હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટો(Entry exit points) પર નાકાબંધી કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા 725 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, આ કામગીરીમાં 3 પોલીસ અધિકારીની સાથે પોલીસની 10 ટીમો હતી. આ સરપ્રાઇઝ ચેકિંગમાં પોલીસ દ્વારા રેમ્બો, છરા, ચપ્પુ અને લાકડાના ફટકા રાખીને ફરતા 9 બદમાશોને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમજ નંબર પ્લેટ વગરના અને ફોલ્ટ નંબરવાળા 132 વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા હોવામું સામે આવ્યું છે.
આ ઉપરાંત, ત્રિપલ સવારી પર જતા વાહન ચાલકો સામે 41 કેસો કરી સ્થળ પર જ કુલ 13600નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જાણવા મળ્યું છે કે, 3 પોલીસ અધિકારીની સાથે પોલીસની 10 ટીમોમાં પાંડેસરા પોલીસ ઉપરાંત સચિન, સચિન જીઆઇડીસી, ઉમરા, ખટોદરા અને અઠવા પોલીસ મળી 80 પોલીસકર્મીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં દારૂનો નશો કરી વાહન ડ્રાઇવ કરતા 11 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.