વર્ષ 2019 સુરત શહેર માટે ખુબ જ દુઃખદાયક સાબિત થયું હતું. કારણ કે, શહેરનાં વરાછા વિસ્તારમાં આવેલ તકક્ષિલા એપાર્ટમેન્ટમાં આગ ભભૂકી ઉઠતા 20 જેટલા બાળકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. નરભક્ષી સુરત મહાનગરપાલિકા અને DGVCL એ અસંખ્ય લોકોના જીવ લીધા છે.
નરભક્ષી સુરત મહાનગરપાલિકા દ્વારા આજદિન સુધી પૂરતા પ્રમાણમાં 1 લાખ લોકોની વસ્તી મુજબ એચ ફાયર સ્ટેશન નિયમ પ્રમાણે વરાછા વિસ્તારમાં ફાયર બ્રિગેડના સ્ટેશન બનાવવામાં આવ્યા નથી. આની સાથે જ પુરતી લાયકાત ધરાવતો સ્ટાફ અન રાખવામાં આવ્યો નથી.
તક્ષશિલા અગ્નિકાંડના પિડીત પરીવાર વાલીઓને યોગ્ય ન્યાય પણ હજુ સુધી મળ્યો નથી તેમજ એક પણ રૂપિયો સુરત મહાનગરપાલિકા દ્વારા અથવા તો નરભક્ષી DGVCL કાપોદ્રા સુરત દ્વારા વળતર ચૂકવવામાં આવ્યું નથી. બંનેને એક જાગૃત નાગરિક કેતન સોજીત્રા દ્વારા તારીખ 18 જુન વર્ષ 2019 થી લઈને આજદિન સુધી અસંખ્ય વખત રજુઆત કરીને ન્યાયની માંગણી કરી છે.
લોકોના હિત માટે પણ બંન્ને વિભાગ નરભક્ષી છે. ખોટી રીતે ગેરમાગે દોરી જનાર જવાબ આપી રહ્યા છે. તક્ષશિલા કેસમાં સુરત શહેર ક્રાઈમ બ્રાંચ દ્વારા પોલીસ ACp એ પણ બાળકોના લાશો પર દલાલી કરી હોય તેવું જણાઈ રહ્યું છે. તક્ષશિલા કેસમાં ૧/૨ નંબરના આરોપીઓને FIRથી બહાર છે તેમજ ખોટી રીતે કર્મચારીઓને બચાવવા માટે કેસમાં આરોપીના નંબર આપવામાં ફેરફાર રાખીને લાલીયાવાડી જેવી રાક્ષસી ક્રૂરતા કરી છે.
સુરત કલેકટરશ્રી મ્યુનિસિપલ કમિશ્નરશ્રી મેનેજર શ્રી DGVCL કાપોદ્રા સુરતને ભાર પુર્વક રજૂઆત માંગણી કરવામાં આવી હતી. આ વિભાગ હજુ પણ કદાચ બીજી દુર્ઘટના સર્જાઈ તેની રાહ જોઈ રહ્યા છે તેમજ ખોટા તાયફાની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા છે.
આની સાથે જ પ્રજાના ટેક્સના પૈસાથી સુરત વરાછાની જનતાનું શોષણ કરી રહ્યાં છે. ભારત ની પહેલા નંબરની નરભક્ષી મહાનગરપાલિકા સુરત છે તેમજ ન્યાય માટે લડત લડનાર કેતન સોજિત્રા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તક્ષશિલા અગ્નિકાંડના પિડીત પરીવાર વાલીઓને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં જરૂર નડતરરૂપ બનીશું તેવી ચેતવણી આપવામાં આવી છે જેથી યોગ્ય ન્યાય માટે તક્ષશિલા પીડિત પરીવાર વાલીઓએ પણ વારંવાર રજુઆત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle