ભરૂચ જીલ્લામાં દીકરીઓએ બીમારીથી અવસાન પામેલા પિતાને અગ્નિદાહ આપી દીકરાની ગરજ સારી હતી. ભરૂચના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામના એક પટેલ ખેડૂતભાઈને કેટલાય સમયથી બીમારીથી પીડાઈ રહ્યા હતા. અને ગઈકાલે જ તકલીફ વધી જતા તેમને તાત્કાલિક બારડોલી હોસ્પીટલમાં લઇ જવા રવાના કર્યા હતા પરંતુ બારડોલીની સરદાર હોસ્પિટલ પહોચે એ પહેલા જ આ ખેડૂતભોઈનું અવસાન થયું હતું. સરદાર હોસ્પીટલની એમ્બ્યુલન્સ માંડવી રસ્તા પર હતી અને આ ખેડૂતભાઈએ અંતિમશ્વાસ લીધા હતા.
અવસાન થતા જ મૃતદેહને પોતાના વતન ચાસવડ ગામે લાવવામાં આવ્યો હતો. અવસાન પામેલ ખેડૂતનું નામ કિરણભાઈ નાનુભાઈ પટેલ છે. કિરણભાઈને ભગવાનની કૃપાથી ત્રણ દીકરીઓ છે. કિરણભાઈની અંતિમવિધિમાં તેમની બંને દીકરીઓએ પિતાને કાંધ આપી હતી અને અંતિમક્રિયામાં આ બંને દીકરીઓએ પુત્રની ગરજ સારી પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી. આ દર્શ્યો જોનારા દરેક લોકોની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા હતા અને શોકનો માહોલ છવાયો હતો.
કિરણભાઈ નાનુભાઈ પટેલ ચાસવડ ગામના પ્રગતિશીલ ખેડૂત છે, પોતે કેટલાય વર્ષોથી ખેતીકામ કરીને ત્રણેય દીકરીઓને ભણાવી ગણાવી હતી. ત્રણ માંથી સૌથી મોટી દીકરી પૂજા અમેરિકામાં સ્થાઈ છે અને વચ્ચેની દીકરી ખુશ્બુ નેત્રંગ અને સૌથી નાની દીકરી પ્રિયાને સુરત શહેરમાં પરણાવી હતી. જાણવા મળ્યું છે કે, કિરણભાઈ છેલ્લા સાડા ચાર વર્ષથી બીમારીનો ભોગ બન્યા છે. બીમારીનો ઈલાજ કરાવવા કેટ કેટલી હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી ત્યારે માંડ છેલ્લા એક વર્ષથી કિરીણભાઈની તબિયત થોડી સારી હતી. કિરીણભાઈ ખેતીકામમાં ઘણી મહેનત કરતા અને સારો પાક લઇ સારું ઉત્પાદન પણ મેળવી રહ્યા હતા પરંતુ ગઈકાલે કુદરતને કઈ બીજું જ મંજુર હોય તેમ કિરણભાઈની અચાનક તબિયત લથડી હતી.
તબિયત લથડતા જ કિરણભાઈને બારડોલીની સરદાર હોસ્પિટલમાં લઇ જવા રવાના કર્યા હતા પરંતુ કાળ બનીને આવેલી મોતે કિરણભાઈ હોસ્પિટલ પહોચે એ પહેલા જ અધવચ્ચે કિરણભાઈનું દુઃખદ અવસાન થયું હતું. માંડવીમાં કોઈ હોસ્પીટલમાં જયારે બતાવ્યું ત્યારે ડોકટરે કિરણભાઈને મૃત જાહેર કર્યા હતા. આથી જ કિરણભાઈના મૃતદેહને માંડવીથી પાછો તેમના વતન ચાસવડમાં તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.
ઘરે લાવી આ દુઃખદ સમાચારની જાણ તેમની દીકરી અને સગા સબંધીઓને કરવામાં આવી હતી. કિરણભાઈને એક પણ દીકરો નહોતો એટલે બંને દીકરીઓએ પોતાની અંતિમવિધિ કરી હતી. પિતાનું અવસાન થતા ખુશ્બુ અને પ્રિયાએ બંનેએ પિતાને કાંધ આપી હતી. કિરણભાઈના મૃતદેહને અંતિમક્રિયા માટે કેલ્વીકુવા ગામે આવેલા સ્મશાનમાં લઇ જવામાં આવ્યા હતા અને ત્યાં બંને દીકરીઓએ પિતાની ચિતાને મુખાગ્નિ આપી હતી. જ્યારે અમેરીકા સ્થિત કિરણભાઈની ત્રીજી દીકરી પૂજાએ પણ ઓનલાઈન અંતિમક્રિયામાં પિતાને છેલ્લી વિદાય આપી હતી. આવી રીતે કિરણભાઈની દીકરારુપી બંને દીકરીએ પિતાની અંતિમક્રિયા કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.