વાયરલ થયો હ્રદયસ્પર્શી વિડીઓ: ભાઈ બહેનના જબરદસ્તી કરાવી દીધા લગ્ન, દીકરી રડતી રહી અને…

બિહાર સરકારે ઘરમાંથી ભાગી ગયેલા છોકરાં છોકરીના ધરાર લગ્ન કરાવી દીધા. એ પણ ન જોયું કે બન્ને સંબંધમાં ભાઈ-બહેન છે. આ મામલો કતિહાર જિલ્લાના હસનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના કાલીગંજ ગામનો છે. જ્યાં સગીર ભાઈ-બહેન સાથે બળજબરીથી લગ્ન કરવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકાય છે કે મોટી સંખ્યામાં ભીડ એક જગ્યાએ ભેગી થઈ છે. ત્યાં સગીર દંપતી સાથે બળજબરીથી લગ્ન કરાવી રહ્યા છે. લગ્નમાં એવી મહિલાઓ પણ શામેલ છે કે, જેઓ બળજબરી છોકરા પાસે છોકરીની માંગ ભરાવી રહી છે. ભીડની વચ્ચે ભાઈ બહેનના લગ્ન થતાં જોવા મળી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં પંચાયતના વડા અને સરપંચ ઘરમાંથી ભાગી ગયેલા પ્રેમીઓને બળજબરીથી લગ્ન કરવા પંચાયતને નિર્દેશ કરતા દેખાઈ રહ્યા છે. તે જ સમયે રામપુર પંચાયતના સગીર છોકરા ગુડ્ડુ મહતોના પિતા શંકર મહતોએ પંચાયત પર આરોપ લગાવ્યો છે કે, પંયાચતે મારા પુત્રને જબરદસ્તી રીતે ઉઠાવીને છોકરી સાથે લગ્ન કરાવી દીધા. અને તેણે જે છોકરી સાથે લગ્ન કરાવ્યાં એ તેની બહેન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *