ગુજરાતના અમદાવાદમાં કાંકરિયા એડવેન્ચરપાર્ક માં મોટી દુર્ઘટના થઈ છે. એડવેન્ચરપાર્ક નો એક જુલો તૂટી ગયો. જેમાં પણ લોકોનું મૃત્યુ થયું અને ૨૮ લોકો ગંભીર રીતે ઘાયલ છે.
ગુજરાતના અમદાવાદમાં કાંકરિયા એડવેન્ચરપાર્ક માં મોટી દુર્ઘટના થઈ છે જેમાં ત્રણ લોકોના મૃત્યુ ના સમાચાર આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. રિપોર્ટ અનુસાર આ દુર્ઘટના રાઈડ એટલે કે જુલો તૂટવાને લીધે થઇ છે. તેમાં ત્રણ લોકોનું મૃત્યુ થયું છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે.
અમદાવાદ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત તેમજ બચાવો અભિયાન શરૂ કર્યું. ઘાયલોને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.જણાવી દઈએ કે આ ડિસ્કવરી રાઇડમાં 31 લોકો સવાર હતા.
જણાવવામાં આવી રહ્યું છે કે રવિવાર હોવાને કારણે એડવેન્ચર પાર્કમાં વધારે લોકોની ભીડ હતી. હકીકતમાં તો સ્કૂલોમાં રજા હોવાને કારણે વધુ લોકો ફરવા માટે આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.