લોકડાઉન તોડી નમાજ માટે મસ્જિદમાં ભેગા થયા લોકો, અને અચાનક આવી ગઈ પોલીસ….

કોરોનાવાયરસના ખતરાને ઓછો કરવા માટે દેશભરમાં 25 માર્ચથી lockdown લાગુ છે.પરંતુ આ દરમિયાન lockdown તોડવાની ઘણી ઘટનાઓ સામે આવી છે.શુક્રવારે lockdown તોડી અને વગર સોશિયલ distance નું પાલન કરતાં ઘણા લોકો પશ્ચિમ બંગાળની એક મસ્જિદમાં નમાજ માટે ભેગા થઈ ગયા.

પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદની મસ્જિદ માં જે લોકો પહોંચ્યા હતા તેમાંથી વધારે લોકોએ માસ્ક ન પહેર્યા હતા. મસ્જિદમાં નમાજ માટે ભેગા થયેલા લોકો એકબીજાથી નક્કી કરવામાં આવેલો અંતર પણ ન રાખી રહ્યા હતા. જોકે પોલીસે જ્યારે તેમણે બહાર કાઢ્યા તો લોકોએ મસ્જિદ ખાલી કરી.

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ માં અલ્પસંખ્યક બહુલ જિલ્લો છે.અહીંયાની ગોપીપુર મસ્જિદમાં જુમ્માની નમાઝ અદા કરવા માટે શુક્રવારે લોકો જમા થઈ ગયા હતા.

એક અધિકારીને જયારે લોકોને મસ્જિદમાં હોવાની જાણકારી મળી તો તે તરત જ ઘટના સ્થળ પર પહોંચ્યા અને મસ્જિદના ઇમામ સહિત રાજાને lockdown પાલન કરવાની સલાહ આપી.સ્થાનિક અધિકારીઓએ ઇમામ તસ્લીમ રાજાને ચેતવણી આપી કે જો તે ભવિષ્યમાં બીજી વખત lockdown ઉલ્લંઘન કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મુર્શિદાબાદની મસ્જિદ ને ખાલી કરાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. તે સમયે કાર્યવાહી કરવા માટે ઘણા લોકો પોલીસ ના વખાણ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં 116 થી વધારે લોકોમાં કોરોનાવાયરસ ની પુષ્ટિ થઈ ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *