દેશમાં પેટ્રોલ-ડીઝલ(Petrol-diesel)ના ભાવે ફરી એક વખત લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. મંગળવાર એટલે કે આજ રોજ 28 સપ્ટેમ્બર, 2021 ના રોજ દેશમાં આજે ફરી ડીઝલના ભાવમાં વધારો થયો છે. જ્યારે આજે પેટ્રોલના ભાવમાં પણ વધારો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં ચોથો વધારો જોવા મળતા ડીઝલમાં આજે 75 પૈસાનો વધારો થયો છે. આ સાથે જ દેશભરના શહેરોમાં પેટ્રોલ 20 થી 22 પૈસા(Rise in petrol-diesel prices) મોંઘુ થયું છે. લગભગ બે મહિના પછી પેટ્રોલના ભાવમાં વધારો થયો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ(Oil marketing companies)એ 24, 26 અને 27 સપ્ટેમ્બરે પણ ડીઝલના ભાવમાં વધારો કર્યો હતો.
જાણો આજનો પેટ્રોલ અને ડીઝલનો આજનો ભાવ:
દિલ્હીમાં પેટ્રોલ – રૂપિયા 101.39 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 5 89.57 પ્રતિ લિટર, મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 107.47 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 97.21 પ્રતિ લિટર, કોલકાતામા પેટ્રોલ રૂપિયા 101.87 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 92.62 પ્રતિ લિટર, ચેન્નઈમાં પેટ્રોલ રૂપિયા 99.15 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 94.17 પ્રતિ લિટર, બેંગલુરુમાં પેટ્રોલ રૂપિયા 104.92 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 95.06 પ્રતિ લિટર, ભોપાલમાં પેટ્રોલ રૂપિયા 109.85 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 98.45 પ્રતિ લિટર, લખનઉમાં પેટ્રોલ રૂપિયા 98.51 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ રૂપિયા 89.98 પ્રતિ લીટર, પટનામાં પેટ્રોલ રૂપિયા 104.04 પ્રતિ લિટર અને ડીઝલ રૂપિયા 95.70 પ્રતિ લિટર અને ચંદીગઢમાં પેટ્રોલ રૂપિયા 97.61 પ્રતિ લિટર અને ડીઝલ – 89.31 રૂપિયા પ્રતિ લિટર ભાવ છે.
પેટ્રોલ છોડીને ડીઝલ વધી રહ્યું છે આગળ:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ મોંઘું વેચાઇ રહ્યું છે, પરંતુ અહીં સરકારી ઓઇલ કંપનીઓ તે મુજબ ભાવ વધારી રહી નથી. કોઈપણ રીતે ડીઝલ મોંઘું ઇંધણ હોવા છતાં, તે ભારતમાં પેટ્રોલ કરતાં સસ્તું વેચે છે. આ વર્ષના શરૂઆતના મહિનાઓ દરમિયાન કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. તે દરમિયાન 41 દિવસ સુધી ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો. આ દિવસોમાં છેલ્લા 18 દિવસથી તેની કિંમતમાં કોઈ ફેરફાર થયો ન હતો, પરંતુ ગઈકાલે તેના ભાવમાં 20 પૈસાનો વધારો થયો હતો. આજે પણ તે 25 પૈસા મોંઘુ થયું છે. એટલે કે બે દિવસમાં ડીઝલ 45 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.
ક્રૂડતેલ બજારમાં ફરી તેજી:
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલની તેજી છે. હકીકતમાં, આ દિવસોમાં અમેરિકામાં ક્રૂડ ઓઇલનો સ્ટોક ત્રણ વર્ષના તળિયે આવી ગયો છે. દરમિયાન, ત્યાં પેટ્રોલિયમ પેદાશોનો વપરાશ ઝડપથી વધી રહ્યો છે. તેથી હાજર બજારમાંથી ખરીદી ચાલુ રહે છે. આ જ કારણ છે કે, આ અઠવાડિયે શુક્રવારે બ્રેન્ટ ક્રૂડ પણ $ 78 પ્રતિ બેરલ પાર કરી ગયું. તે દિવસે, યુએસ માર્કેટમાં બ્રેન્ટ ક્રૂડ $ 78.09 પ્રતિ બેરલ પર બંધ થયું હતું, જે અગાઉના દિવસ કરતા 0.84 ડોલર વધારે છે. ડબલ્યુટીઆઈ ક્રૂડ પણ 0.68 ડોલર વધીને 73.98 ડોલર પ્રતિ બેરલ પર સમાપ્ત થયું.
અહી ઉલ્લેખનીય છે કે, દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. સવારે 6 વાગ્યે નવી કિંમતો લાગુ થઇ જાય છે. પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં ડીલર કમિશન, એક્સાઈઝ ડ્યૂટી અને અન્ય વસ્તુઓ જોડ્યા બાદ તેમના ભાવ બમણા થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રુડ ઓઈલનો ભાવ શું છે તેને આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થાય છે. જેના માપદંડોને આધારે પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે.
પેટ્રોલ-ડિઝલનો ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇંડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર તમારે RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર મોકલવાનો રહેશે. જયારે બીપીસીએલ ગ્રાહકો RSP લખીને 9223112222 પર મેસેજ મોકલવાનો રહેશે અને એચપીસીએલ ગ્રાહકો HPPrice લખીને 9222201122 પર મેસેજ કરીને પેટ્રોલ-ડિઝલનો ભાવ જાણી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.