રાહતના સમાચાર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં અને આયાત બીલમાં પણ થશે ઘટાડો

ભારત દેશમાં આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે. ત્યારે હવે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય લેવલે ઓઇલના ભાવમાં ઘટાડો થવાની પ્રબળ શક્યતાઓ છે.

સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સંયુક્ત રબ અમીરાત અને સાઉદી અરબ વચ્ચે એક ડીલ નક્કી થઇ છે, જેમાં ફ્રુડ ઓઇલના પ્રોડક્શનમાં ઘટાડો થઇ શકે તે અંગેની વાત કરવામાં આવી હતી. જયારે હવે ઓપેક દેશોએ વિશ્વભરમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા માટેની તૈયારી દર્શાવી છે.

જુન મહિનામાં જે દેશ તેલનું ઉત્પાદન કરે છે તેમણે ક્રુડ ઓઈલનું ઉત્પાદન 5,90,000 બેરલ વધારીને 2.60 કરોડ બેરલ કરી દીધુ હતું. જુલાઈ મહિનામાં પણ ક્રુડ ઓઈલનું ઉત્પાદનમાં વધારો થયો છે. જયારે ઓગસ્ટ મહિનામાં પણ હજુ ક્રુડ ઓઈલનું ઉત્પાદન વધશે. સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. જેને કારણે ક્રુડ ઓઈલનની માગ પર ફરી વાર અસર પડવાની શક્યતાઓ છે.

વિશેષજ્ઞોનું અનુમાન મુજબ ક્રુડ ઓઈલનું ઉત્પાદન ક્ષમતા વધવાને કારણે તેનો ભાવ પ્રતિ બેરલે 70 ડોલરથી નીચે આવી શકે છે. એક ઓઈલ એક્સપર્ટે જણાવતા કહ્યું છે કે, આગામી સમયમાં ગ્લોબલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. આ સમાચાર ભારત માટે મહત્વના અને સારા સમાચાર કહી શકાય. જેને લીધે ભારતનું આયાતબીલ તો ઓછુ થશે જ પણ ઈંધણના છૂટક ભાવો ઘટી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *