શું તમે તમારા જીવનસાથી અથવા ઘરના સભ્યની નસકોરાની ટેવથી પરેશાન છો? શું તમારા જીવનસાથીના નસકોરાંથી તમને સુવા નથી દેતા તો આ સમાચાર તમારા માટે છે. ઇંગ્લેન્ડના સ્લીપ એક્સપર્ટે એક પદ્ધતિ સૂચવી છે જે થોડી જુદી છે પરંતુ તે 100% કામ કરશે અને તમને નસકોરાથી ચોક્કસ રાહત મળશે.
ડો. સોફી બોસ્ટોક ઊંઘના નિષ્ણાત છે. તેમનું કહેવું છે કે, લોકડાઉન દરમિયાન લોકો નસકોરાંનો શિકાર બન્યા છે. કારણ કે, લોકો ઘરની બહાર નિકળી રહ્યા ન હતા અને શરીરને જરૂરી કસરત ન મળી રહી હતી. તે જ સમયે, વધતા મેદસ્વીપણાને કારણે નસકોરાંઓની સંખ્યામાં વધારો થયો.
ડો. સોફી બોસ્ટોક કહે છે કે, દારૂ છોડવા અને વજન ઘટાડવાથી નસકોરામાં ઘટાડો થાય છે. પરંતુ આ એક લાંબી યુક્તિ છે. આવી સ્થિતિમાં તેણે ટેનિસ બોલની મદદથી નસકોરાને દૂર કરવાનો માર્ગ આપ્યો છે.
બાળકો ટેનિસ બોલથી રમે છે. પરંતુ હવે ટેનિસ બોલ તમને નસકોરાથી રાહત આપવામાં મદદ કરશે. મોટા ભાગના લોકોને પીઠ પર સુવાની આદત હોય છે અને તે નસકોરાં લે છે. પરંતુ જો બોલને પીઠની પાછળ મૂકવામાં આવે છે, તો તે વ્યક્તિ પીઠ પર સૂઈ શકશે નહીં અને નસકોરાઇ શકશે નહીં.
ડો. સોફી બોસ્ટોક કહે છે કે, સૂવાના સમયે જો કોઈનું મોં ખુલી જાય છે તો છાતીમાં હવાનું દબાણ વધે છે. કેટલાક લોકો આને રોકવા માટે ઓશિકાઓનો આશરો પણ લે છે. પરંતુ ડો. સોફી બોસ્ટોક કહે છે કે, સૂવાના સમયે મોં બંધ રાખવામાં મદદ કરતી વિશેષ ટેપ પણ બજારમાં ઉપલબ્ધ થઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle