અમૃતસરથી અમદાવાદ આવતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ પાકિસ્તાન પંહોચી, આ કારણે કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડીંગ

અમૃતસરથી અમદાવાદ જતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ પાકિસ્તાનમાં લાહોર નજીક ખરાબ હવામાનને કારણે ડાયવર્ટ થઈ અને ભારતીય હવાઈ ક્ષેત્ર (Indian Air Space) માં સુરક્ષિત રીતે પરત ફરતા પહેલા ગુજરાનવાલા પહોંચી ગઈ હતી. રવિવારે મીડિયામાં આવેલા એક સમાચારમાં આ જાણકારી આપવામાં આવી છે.

પાકિસ્તાની અખબાર ‘ડોન’એ અહેવાલ આપ્યો છે કે ફ્લાઇટ રડાર મુજબ 454 નોટની ઝડપે ઉડતું ભારતીય વિમાન શનિવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ઉત્તરીય લાહોરમાં પ્રવેશ્યું અને 8.15 વાગ્યે ભારત પરત ફર્યું. આ અંગે એરલાઈન્સ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. સમાચાર અનુસાર, સિવિલ એવિએશન ઓથોરિટી (CAA) ના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ અસામાન્ય નથી, કારણ કે ખરાબ હવામાનના કિસ્સામાં તેને ‘આંતરરાષ્ટ્રીય રીતે મંજૂરી’ છે.

ઉલ્લેખનીય છે કે, મે મહિનામાં પાકિસ્તાનમાં ભારે વરસાદને કારણે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન (PIA)નું એક વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં ઘૂસી ગયું હતું અને લગભગ 10 મિનિટ સુધી ત્યાં જ રહ્યું હતું. ફ્લાઈટ PK248 4 મેના રોજ મસ્કતથી પરત ફરી રહી હતી અને લાહોરના અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાની હતી. જો કે, ભારે વરસાદને કારણે બોઇંગ 777 એરક્રાફ્ટના પાયલટ માટે આવું કરવું મુશ્કેલ બની રહ્યું હતું.

ખરાબ હવામાનને કારણે ઘણી ફ્લાઈટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે
પાકિસ્તાનના એરપોર્ટ પર નબળી દૃશ્યતાને કારણે ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી હતી અથવા વિલંબિત થઈ હતી. CAAના પ્રવક્તાએ જણાવ્યું કે, અલ્લામા ઈકબાલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 5,000 મીટરની વિઝિબિલિટી હોવાને કારણે લાહોર માટે હવામાનની ચેતવણી શનિવારે રાત્રે 11.30 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે. લાહોર જતી ઘણી ફ્લાઈટ્સ નબળી દૃશ્યતાને કારણે ઈસ્લામાબાદ તરફ વાળવામાં આવી હતી.

આ દરમિયાન પાકિસ્તાનના કેટલાક ભાગોમાં શનિવારે સાંજે જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ‘ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન’ અખબારના સમાચાર અનુસાર, સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતના ત્રણ અડીને આવેલા જિલ્લા હતા, જ્યાં લગભગ 29 લોકોએ જીવ ગુમાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *