PM Modi birthday celebration by PP Savani Hospital: જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને પી પી સવાણી હોસ્પિટલ દ્રારા પી પી સવાણી હોસ્પિટલ ખાતે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસ નિમિતે ‘અંગદાન એજ મહાદાન’ અંગદાન સંકલ્પ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે.(PM Modi birthday celebration by PP Savani Hospital) આ અંતર્ગત અંગદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્દેશ કોઇ દર્દી બ્રેઇન્ડેડ થાય ત્યારે મગજ મૃત્યુ પામે પણ શરીરના બીજા અવયવો કામ કરી શકે તો એવા સમયે દર્દીનો પરિવાર અંગદાનનો નિર્ણય લઇ શકે એ માટેનો હતો.
કાર્યક્રમ દરમ્યાન પી. પી. સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઈ સવાણી(બાપુજી), જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થા (Jeevandeep Organ Donation Institute)ના વિપુલ તળાવિયા, ડો ઘનશ્યામ વી. પટેલ (સૂચી), ડો સિધ્ધાર્થ જૈન (નેફ્રોલોજિસ્ટ), ડો હર્ષિતભાઈ પટેલ (નેફ્રોલોજિસ્ટ), ડો નીલેશભાઈ કાછડીયા (પ્લાસ્ટિક સર્જન), ડો જિતેન્દ્રભાઈ પટોળીયા (પેથોલોજીસ્ટ), ડો જયદીપભાઈ ધામેલિયા (એમડી), ડો નિરવભાઈ ગોંડલિયા (એમડી), ડો નિરવભાઈ સુતરીયા (ન્યુરો ફિઝિશિયન), ડો. હિતેશ ચિત્રોડા (ન્યુરો સર્જન), વલ્લભભાઈ ચોથાણી, અને ડાહ્યાભાઈ ધામેલિયા તથા વિશેષ ઉપસ્થિતિ ડાયાલિસિસનાં દર્દીઓ જેઓ કીડની ફેઈલ થવાના લીધે જરૂરીયાત મુજબ સમયાંતરે રેગ્યુલર ડાયાલીસીસ કરાવે છે અને તેમના સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રગટ્યથી કરવામાં આવી હતી.
જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના ડો. નીલેશ કાછાડીયાએ વાત કરતા જણાવ્યું કે, અંગદાન થવાથી, જ્યારે લોકોને નવજીવન મળી રહ્યું હોવાનો આભાસ થવા લાગતા નામના નો ભાવ સેવામાં પરિવર્તિત થયો હતો. કન્યાદાન પછીનું સૌથી મોટું દાન અંગદાન છે. મગજનું મૃત્યુ પામ્યા બાદના માત્ર પાંચ મિનિટના સમયમાં પરિવાર અંગદાન માટે વિચારી લે તો પરીવાર અન્ય લોકોને જીવન બક્ષી શકે છે. જો નિર્ણય લેવામાં ન આવે અને સમય પસાર થઈ જાય તો તેના અંગો પણ કામ નથી આવતા. અંગદાન સમયસર કરવું એ પણ એક કસોટી સમાન છે. અંગદાન એક મહાદાન છે અને વ્યક્તિના મૃત્યુ પછી તેની હાજરી હાજરી પૂરવાનું કામ છે.
જીવનદીપ ઓર્ગન ડોનેશન સંસ્થાના વિપુલ તળાવીયા:એ વાત કરતા જણાવ્યું કે, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્રારા એક સંકલ્પ લેવામાં આવ્યું છે, કે જ્યાં સુધી શરીરના અંગોની વેઇટિંગ લિસ્ટ શૂન્ય નહી થાય ત્યાં સુધી શહેર અને રાજ્યમાં અંગદાન જાગૃતિ માટેના કાર્યક્રમ કરવામાં આવશે.
“અભિયાનમાં હાજર લોકોએ પોતે અને તેના પરિવાર, મિત્ર વર્તુળ અને સમાજમાં તથા આસપાસનું કોઈપણ વ્યક્તિ આકસ્મિક રીતે બ્રેઈનડેડ જાહેર થશે તેમના અંગોનું દાન કરવા માટે જણાવીશ, સમજાવી અને પ્રેરિત કરીશ અંગદાન એજ જ જીવનદાન”ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. જે અંતર્ગત 183 લોકોએ અંગદાન નો સંકલ્પ કર્યો હતો. વિપુલભાઈ તળાવિયાએ કાર્યક્રમના અંતે ડાયાલિસિસ વિભાગના દર્દીઓ અને સ્નેહીજનનો હાજર રહ્યા માટે આભાર માન્યો હતો. કાર્યક્રમનો અંત રાષ્ટ્રગાનથી કરવામાં આવ્યો હતો.
જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની શરૂઆતથી છઠ્ઠા અંગદાન સુધીની સફર..
પી પી સવાણી હોસ્પિટલ ખાતે ૨૦૧૩માં વિનામૂલ્યે ડાયાલિસિસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિભાગમાં અત્યાર સુધીમાં ૭૦ હજાર થી વધુ દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઇ ચૂક્યા છે. કિડનીની જરૂરિયાતના દર્દીઓને ડાયાલિસિસની જરૂર પડે છે. ત્યારે આ અવયવ દાનથી મળી શકે છે. એક અંગદાનનો વિચાર પી એમ ગોંડલિયા અને વિપુલભાઈ તળાવિયા સહિતની યુવાટીમ દ્વારા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં ૬ વ્યક્તિઓના અંગદાન કરનાર સુરતની આ બીજી સંસ્થા બની ચૂકી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube