નાગરિકતા કાયદા(CAA)ને લઇને તમામ વિરોધ પક્ષો મોદી સરકારને ઘેરી દેશભરમાં વિરોધ પ્રદર્શન યોજી રહ્યા છે. તો હવે નાગરકિતા કાયદા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા ખુદ પીએમ નરેન્દ્ર મોદી મેદાનમાં ઉતર્યા છે. પીએમ મોદીએ ટ્વીટર પર નાગરિકતા કાયદાને લઇને વ્યાપક અભિયાન શરૂ કર્યું છે.
#IndiaSupportsCAA because CAA is about giving citizenship to persecuted refugees & not about taking anyone’s citizenship away.
Check out this hashtag in Your Voice section of Volunteer module on NaMo App for content, graphics, videos & more. Share & show your support for CAA..
— narendramodi_in (@narendramodi_in) December 30, 2019
પીએમ મોદીએ હેશટેગ ઇન્ડિયા સપોર્ટ સીએએ નામથી આ અભિયાનનો શુભારંભ કર્યો છે. સાથે જ પીએમ મોદીએ દેશવાસીઓને આ અભિયાનનું સમર્થન કરવા માટે અપીલ પણ કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું કે ક્યાં કારણોસર નાગરિકતા કાયદો પીડિત શરણાર્થીઓ માટે જરૂરી છે.આ કાયદો નાગરિકતા આપવા માટે છે કોઇની નાગરિકતા છિનવી લેવા માટે નથી.
લોકોમાં જાગૃતતા આવે તે હેતુથી પીએમ મોદીએ આ અભિયાનની શરૂઆત કરતા પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પ્રખ્યાત ધર્મગુરુ સદ્દગુરૂ જગ્ગી વાસુદેવનો વીડિયો પણ શેર કર્યો છે.
Citizenship Amendment Act is too little compassion coming too late. -Sg #CAA #NRC #CAAProtestshttps://t.co/DxRQLFzBzw
— Sadhguru (@SadhguruJV) December 29, 2019
આ વીડિયોમાં જગ્ગી વાસુદેવ નાગરિકતા કાયદા અને એનઆરસી મુદ્દે પોતાનું મંતવ્ય જણાવી રહ્યા છે. પીએમે જણાવ્યું કે જગ્ગી વાસુદેવે નાગરિકતા કાયદા મુદ્દે ઐતિહાસિક સંદર્ભો. અને આપણી ભાઇચારાની સંસ્કૃતિ પર સુંદર રીતે પ્રકાશ પાડ્યો છે. જે દરેક લોકોએ વિસ્તારપૂર્વક સાંભળવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.