ગામલોકોએ બનાવ્યું PM મોદીનું મંદિર, ભક્તો રાખે છે નવ દિવસનું વ્રત

ભારતમાં અચરજ પમાડે તેવી ઘટનાઓ જોવા મળે છે. પ્રધાનમંત્રી મોદી ના આંધળા સમર્થકોના “ભક્તો” તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અમુક ભક્તો એ તો આ મામલામાં હદ વટાવી દીધી છે. ભક્તો નરેન્દ્ર મોદીને ભગવાન માનવા લાગ્યા છે અને નવ દિવસનું વ્રત પણ રાખ્યું છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના બલિયા જિલ્લાની છે. બલિયા જિલ્લાના બાંસડીહ ગામના લોકોએ મોદી નું મંદિર બનાવ્યું છે. ગામમાં આવેલ એક દુર્ગા મંદિર ને જ મોદીના મંત્રી તરીકે સ્થાન આપ્યું છે. ગામના તમામ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન માની લીધા છે અને તેમની તસવીર ને સામે રાખીને નવ દિવસનું વ્રત પણ રાખ્યું છે.


Loading...

આ મંદિરમાં નરેન્દ્ર મોદીની એક તસ્વીર રાખવામાં આવી છે અને ગામના દરેક વ્યક્તિ આ તસવીર સામે ધૂપ દીવા કરીને વિજય તિલક લગાવી રહ્યા છે.

અહીંના લોકો નરેન્દ્ર મોદીને દેવતા માને છે અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બને તેવી પ્રાર્થનાથી તેઓએ નવ દિવસનું વ્રત રાખ્યું છે.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો. 
Loading...