મોદીના માતા હીરાબા એ મતદારોનો આ અનોખી રીતે માન્યો આભાર, જાણો વધુ

88

આગામી પાંચ વર્ષ માટે ભારત પર હકૂમત ચલાવવાનો પરવાનો મેળવવાના જનાદેશ તરફ અગ્રેસર ભારતીય જનતા પક્ષના નેતાઓ અને કાર્યકરોની ખુશીનો પાર નથી. આખરી પરિણામ આવે તે પહેલાં પક્ષ કાર્યાલયે જીતનો જશ્ન શરુ થઈ ગયો છે. લોકસભા ચૂંટણીના પરિણામોમાં ફરીવાર મોદી સરકાર બનવા જઈ રહી છે, ત્યારે પીએમ મોદીના માતા હીરાબાએ પણ મતદારોનો આભાર માન્યો હતો.

આ દરમિયાન તેમની સાથે નરેન્દ્ર મોદીનું પરિવાર પણ ઉપસ્થિત હતું.

હીરાબાના ચહેરા પર પુત્રના વિજયની ખુશી જોવા મળી હતી અને રોમાંચિત ભાવ સાથે આભાર વ્યક્ત કરતા જોવા મળ્યા હતાં.

આ સિવાય સ્થળ પર ઉપસ્થિત લોકોએ હર હર મોદી અને વંદે માતરમના નારા લાગવ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.