પોતાને ફકીર કહેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે કરોડપતિ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંપત્તિના મામલામાં કરોડપતિ છે. 15 વરસના ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા બાદ પાંચ વર્ષ દેશના પ્રધાનમંત્રી રહીને તેમને ચલ-અચલ સંપત્તિ બે કરોડ રૂપિયા થી વધુ છે. વારાણસીથી શુક્રવારે ફોર્મ ભરતી વખતે શપથ પત્ર માં તેમણે કેવલ 22 લાખ 85 હજાર 621 રૂપિયાનો વધારો દર્શાવ્યો છે. મોદીએ શપથ પત્રમાં તેમના પત્ની જશોદાબેનના નામનો ઉલ્લેખ પણ કર્યો છે. છેલ્લા 5 વર્ષમાં તેમની સંપત્તિમાં 50 ટકાનો વધારો થયો છે. એફિડેવિટ મુજબ તેમના ઘરની કિંમતમાં પાંચ વર્ષમાં 10 લાખ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. અને સોનાની વીંટીની કિંમતમાં ઘટાડો થયો છે.

અત્યારે કુલ સંપત્તિ આટલી છે :-

શુક્રવારે દાખલ કરેલા સપત અનુસાર પીએમ મોદીની કુલ સંપત્તિ 2 કરોડ 51 લાખ 36 હજાર 119 રૂપિયા છે.

જો ચલ સંપત્તિની વાત કરીએ તો પીએમ પાસે 38,750 રૂપિયા રોકડ છે. જ્યારે ભારતીય સ્ટેટ બેંકના ગાંધીનગર ખાતામાં કેવળ 4,143 રૂપિયા છે. આ ઉપરાંત 1 કરોડ 27 લાખ 80 હજાર 574 રૂપિયાના એફડી છે.

20 હજાર રૂપિયાના બોન્ડ છે :-

મોદીએ 20000 l&t infra bond માં રોક્યા છે. આ ઉપરાંત એનએસસીમાં 7,61,466 રૂપિયા અને જીવન વીમા પોલીસી તરીકે એક લાખ 90 હજાર 347 રૂપિયા જમા છે. મોદી પાસે કોઈપણ જાતના વાહન નથી.

45 ગ્રામ સોના ની વીંટી :-

મોદી પાસે ચાર સોનાની વીંટી છે જેમનું વજન 45 ગ્રામ છે. આની કુલ કિંમત 1,13,800 રૂપિયા છે. જ્યારે પીએમ મોદીએ 85,145 રૂપિયાના અનુમાને તાઈ કર ને ટીડીએસ જમા કરાવ્યું છે. આ ઉપરાંત 1,40,895 રૂપિયા પીએમઓ મા જમા છે.

એક કરોડની અચલ સંપત્તિ :-

મોદીએ 25 ઓક્ટોબર 2002 ના રોજ એક પ્રોપર્ટી 1,30,488 રૂપિયામાં ખરીદી હતી. જેના પર તેઓએ 2,47,208 રૂપિયા ખર્ચ કર્યા હતા. અત્યારે આ સંપત્તિની કિંમત બજારમાં એક કરોડ દસ લાખ રૂપિયા છે. PM મોદી પર કોઈપણ જાતની લોન નથી.

19 લાખ રૂપિયા થી પણ વધુની આવક :-

મોદીની વર્ષ 2017-18 માં કુલ આવક 19,92,520 રૂપિયા હતી. વર્ષ 2016-17 માં 14 લાખ 59 હજાર 750 રૂપિયા હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *