PM નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યો ગુજરાતના મોઢેરા સૂર્ય મંદિરનો વીડિયો અને કહ્યું…

હાલના સમયમાં ચોમાસાને કારણે દેશભરમાં ભારે વરસાદ (Monsoon) પડી રહ્યો છે. વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરના દ્રશ્યો પણ સર્જાયા છે. તે જ સમયે, ચોમાસાના વરસાદના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર આવી રહ્યા છે. આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર વરસાદનો એક વીડિયો શેર કર્યો છે. તેમના દ્વારા શેર કરેલો આ વીડિયો વરસાદના દિવસ દરમિયાન ગુજરાતના મોઢેરામાં આવેલ સૂર્ય મંદિરનો (Modhera sun temple) છે. આ વીડિયોની સાથે તેમણે લખ્યું છે કે, મોઢેરાનું સૂર્ય મંદિર વરસાદ દરમિયાન જોવાલાયક લાગે છે. તમે પણ જુઓ.’

પીએમ મોદીએ શેર કરેલા આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, સદીઓ જુના આ સૂર્ય મંદિરમાં વરસાદને કારણે ઠેર-ઠેર પાણી વહી રહ્યું છે. આ પાણી નીચેના પૂલમાં ભેગું થઈ રહ્યું છે. વિડિઓ જોઈને મંદિરની ભવ્યતાનો અનુભવ થાય છે. વરસાદનો આ વીડિયો અત્યાર સુધીમાં 30.18 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલા રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના આવાસ પર મોર્નિંગ વોક દરમિયાન મોરને દાણા ખવડાવતા જોવા મળે છે અને તેમના સત્તાવાર નિવાસસ્થાન પર કસરત કરે છે. સૂત્રો કહે છે કે, વડા પ્રધાન ઘણીવાર મોર્નિંગ વોક દરમિયાન મોર સાથે સમય વિતાવે છે. તેમનું કહેવું છે કે, વડા પ્રધાનને પર્યાવરણીય મુદ્દાઓ સાથે ઊંડો લગાવ છે અને તેમણે આ વિષય પર બે પુસ્તકો લખ્યા છે.

તેમના કહેવા મુજબ, વડા પ્રધાને તેમના નિવાસ સ્થાને ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળેલી કેટલીક રચનાઓ પણ બનાવી છે જેથી પક્ષીઓ ત્યાં પોતાનાં માળાઓ બનાવી શકે. વીડિયોની સાથે વડા પ્રધાને હિન્દી કવિતા ‘भोर भयो, बिन शोर, मन मोर, भयो विभोर’ પણ શેર કરી હતી. પ્રધાનમંત્રીએ પહેલા આ વીડિયોને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર મૂક્યો હતો અને બાદમાં તેણે ટ્વિટર પર પણ શેર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *