ગુજરાતના બે પોલીસ અધિકારીને ‘પ્રેસિડેન્ટ મેડલ’ અને 12 અધિકારીઓને ‘પોલીસ મેડલ’ એનાયત

Republic Day 2023: કેન્દ્રિય ગૃહ મંત્રાલય (Ministry of Home Affair) દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી…

Republic Day 2023: કેન્દ્રિય ગૃહ મંત્રાલય (Ministry of Home Affair) દ્વારા પ્રજાસત્તાક દિન નિમિત્તે પોલીસ મેડલની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે આ દરેક વીરોનું સન્માન કરવામાં આવશે. ગુજરાત રાજ્યમાં સેકંડો પોલીસ અધિકારીઓ એવા છે, જેઓ દિવસ રાત જોયા વગર પોતાની ફરજ સાચી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. ત્યારે સરકાર પણ આવા પોલીસ અધિકારીઓની નોંધ લઇ તેમનું સન્માન કરે છે.

ત્યારે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા જ ગુજરાતનું માથું ગર્વથી ઊંચું થઈ જાય તેવા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત રાજ્યના 2 પોલીસ કર્મીઓને પ્રેસિડેન્ટ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. સાથે જ ગુજરાત પોલીસના 12 અધિકારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યા છે.

રાષ્ટ્રપતિ મેડલ માટે એડીજીપી અનુપમ સિંહ ગેહલોત અને એટીએસના કે.કે. પટેલનું નામ સામે આવ્યું છે. મળતી માહિતી અનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પ્રજાસત્તાક દિનના એક દિવસ પહેલા જ આ યાદી જાહેર કરી છે. વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ તરીકે અનુપમસિંહ ગહેલોત (IPS) અને કેકે પટેલ (નાયબ પોલીસ અધિક્ષક) ની પસંદગી કરવામાં આવી છે.

કોને કોને મળ્યા પોલીસ મેડલ
સેવા અંગેના પોલીસ મેડલ તરીકે ગૌતમ કુમાર પરમાર (આઇપીએસ), પી વી રાઠોડ (આઇપીએસ), બીપી રોજીયા (નાયબ પોલીસ અધિકક્ષ), જેડી વાઘેલા (હથિયારી નાયક પોલીસ અધિકક્ષ), પીડી વાઘેલા (હથિયારી નાયક પોલીસ અધિકક્ષ), કિરીટસિંહ હરિસિંહ રાજપુત (અનાર્મ એ.એસ.આઇ), જુલ્ફીકારઅલી ચૌહાણ (હથિયારી એએસઆઇ), હિતેશકુમાર જીવાભાઈ પટેલ (હથિયારી એએસઆઇ), અજય કુમાર સ્વામી (અનાર્મ હેડ કોન્સ્ટેબલ) બાલકૃષ્ણ અનંતરાય ત્રિવેદી, (હેડ કોન્સ્ટેબલ), યુવરાજસિંહ પ્રતાપસિંહ રાઠોડ (એઆઇઓ).

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *