ગુજરાત(Gujarat): વડોદરા(Vadodara)ના નંદેસરી(Nandesari) વિસ્તારમાં એક કિશોરને પોલીસકર્મી(Policeman) જેમ ફાવે તેમ માર મારી રહ્યો હોય તેવો વીડિયો સામે આવતા આરોપી પોલીસકર્મીને સસ્પેન્ડ(Policeman suspended) કરી દેવામાં આવ્યો છે. તેમજ પોલીસકર્મી સામે કેસ દાખલ કરી કાયદેસરની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.
View this post on Instagram
ઘટના અંગેની મળતી વિગતો અનુસાર, છાણી પોલીસ સ્ટેશનની મોબાઇલ વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવી રહેલા પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરા અને મહિલા કર્મચારી વહીવટી કામગીરી માટે સરકારી વાહનમાં નંદેસરી પોલીસ મથક આવ્યા હતા. ત્યાર પછી તેઓ પરત છાણી પોલીસ સ્ટેશન જવા માટે નીકળ્યા હતા. આ સમય દરમિયાન રાત્રે નવ વાગ્યાની આસપાસ તેઓ નંદેસરી બજારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમય દરમિયાન ખોડિયાર કરીયાણા સ્ટોર પાસે 13 વર્ષના એક કિશોરે પોલીસની ગાડી આવતા કંઇક બોલતો બોલતો રોડ ક્રોસ કરી રહ્યો હતો. જેથી પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરા અચાનક ગાડીમાંથી ઉતરી ગયો હતો અને રોડ ક્રોસ કરી રહેલા કિશોરને લાફાવાળી કરી જેમ ફાવે તેમ માર મારવા લાગ્યો હતો.
પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવાયો:
13 વર્ષના કિશોરને માર માર્યોની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતા આ મામલે પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તપાસ બાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરા
કોન્સ્ટેબલનો લૂલો બચાવ:
ઘટના પછી તરત જ શહેર પોલીસ તંત્ર એકશનમાં આવ્યું હતું અને શહેર પોલીસ તંત્રના એ ડિવિઝનના ACP દ્વારા આરોપી કોન્સ્ટેબલ શક્તિસિંહનું નિવેદન લેવામાં આવ્યું હતું. નિવેદનમાં શક્તિસિંહે જણાવતા કહ્યું હતું કે, ‘કિશોર અપશબ્દો બોલી રહ્યો હતો એટલે મેં તેને માર માર્યો હતો. જોકે PCR વાન ઝડપી ચાલતી હોય ત્યારે કોન્સ્ટેબલને કેવી રીતે અપશબ્દો સંભળાયા? તે વાત પોલીસ અધિકારીઓ હજુ સુધી પણ સમજી શક્યા નથી.
પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ સામે ઇપીકો 323, 504 મુજબ ગુનો નોંધી દાખલ કરીને કરવામાં આવી રહી છે. આરોપી સામે નોન-કોગ્નિઝેબલ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, જેના કારણે અદાલતની મંજૂરીથી કોન્સ્ટેબલની અટકાયત થશે એમ એક પોલીસ અધિકારી દ્વારા કહેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.