પુણાગામ વરાછા વિસ્તારમાં આશરે પચીસ લાખથી પણ વધુ લોકો રહે છે જેમાં પુણા ઝોન વરાછા ઝોન એમ બે વિભાગમાં કામ થાય છે જ્યારે મોટાભાગનો વિસ્તાર પુણા ઝોનલ કચેરી પુરવઠા વિભાગમાં સમાવેશ થાય છે જ્યાં લોકોને રેશનકાર્ડના કામ માટે જેવા કે નામ ઉમેરવા નામ કમી કરવા સુધારો ટ્રાન્સફર કમ્પ્યુટર રાઇઝ બારકોડેડ રદ કરવા અને ડુપ્લિકેટ બનાવવા જેવા કામ કરાવવા માટે લોકોને હાલાકી ભોગવવી પડતી.
તેમજ ધરમના ધક્કા ખાવા પડતા તેમજ ત્રણ મહિનાથી પણ વધુ રાહ જોવી પડતી જે લોકોનું કામ સરળ અને ઝડપી થાય એ માટે શ્રી નવ્યા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોગ્ય રજૂઆત કરવામાં આવી જ્યારે ફરજ પર હાજર અધિકારી શ્રી ડે. મા. મયુર પ્રજાપતિ સાહેબે યોગ્ય સંકલન કરી પુણા વિસ્તારના લોકોના કામ ઝડપથી થાય એ માટે હાજર થયાના માત્ર સવા મહિનામાં આશરે ચાર હજાર જેટલી પેન્ડીંગ અરજીનો નિકાલ કરી આજથી અરજી ફોર્મ નં- ૩ નામ ઉમેરો,ફોર્મ નં-૪ નામ કમી ,ફોર્મ નં-૬ સુધારો અને ટ્રાન્સફર , ફોર્મ નં-૮ કમ્પ્યુટર રાઇઝ/ બારકોડેડ રદ,ફોર્મ નં-૯ ડુપ્લિકેટ જેવી અરજીઓનો સેમ દિવસે જ નિકાલ કરી અરજદારોને સુધારા સાથે રેશન કાર્ડ આપી દેવામાં આવ્યા.
અને નવા રેશનકાર્ડ કઢાવવા માટે જે ત્રણ મહિના સુધી રાહ જોવી પડતી હતી તે હવે અરજદારોને એક મહિનામાં તેમનું રેશનકાર્ડ મળી જશે એવી વ્યવસ્થા કરવામાં આવી આજરોજ ટોટલ ૨૫૦ જેટલા અરજદારોની અરજી આવી હતી તેમાં નવા રેશન કાર્ડ સિવાયની ૧૭૦ જેટલી અરજીનો આજના દિવસે જ નિકાલ કરી સુધારા વધારા સાથે અરજદારોને રેશનકાર્ડ ઇશ્યુ કરી દેવામાં આવ્યા જે લોકોનુ કામ ઝડપી થાય અને સરળ થાય અને પારદર્શક થાય એ માટે પહેલ કરનાર અધિકારી ડે. મા. મયુર પ્રજાપતિ સાહેબની કામગીરીને લોકોએ હર્ષ ઉલ્લાસ સાથે બિરદાવી હતી અને શ્રી નવ્યા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટે પૂણા ગામની જનતા વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.