બે જાન્યુઆરીના રોજ સોશિયલ મીડિયાના અમુક યુઝર દ્વારા નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરતા લોકોએ હિન્દુ દેવી-દેવતાઓના પોસ્ટર સળગાવ્યાની ખબર ફેલાવવામાં આવી. આ ઉપર બીજેપીના પ્રવક્તા સંબિત પાત્રાએ ટ્વીટ કર્યું કે, ” આ વિડીયો આશ્ચર્યજનક છે… કોઈપણ પ્રદર્શનકારીને હિંદુ ધર્મને અશુદ્ધ કરવાનો અધિકાર કેવી રીતે મળી ગયો… હિન્દુ દેવી-દેવતાઓના ફોટા સળગાવવાનો અધિકાર તેમને કોણે આપ્યો… કોઈ પણ વિરોધ પ્રદર્શન હિન્દુ વિરોધી કેવી રીતે બની જાય છે? શું આ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ નું પ્રોત્સાહન છે? શેમ ”
This video is shocking …how can any protest have a right to defile the tenets of Hinduism ..who gives them the right to burn the pictures of Hindu Gods & Goddesses ..why should any protest be an Anti-Hindu protest??
Is this is what the Congress & Communists promote??#Shame https://t.co/9rn2gIwQ9T— Sambit Patra (Modi Ka Parivar) (@sambitswaraj) January 2, 2020
બીજ એક યુઝર @pratheesh_Hind દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું કે, ” હિન્દુ દેવી-દેવતાઓના ફોટા સીએએ વિરોધી પ્રદર્શન માં સળગાવવામાં આવ્યા. ” આ પોસ્ટને 5000 લોકો દ્વારા રીટ્વિટ કરવામાં આવી. આ વીડિયોમાં અવાજ ખુબ જ ધીમી હોવાથી સાંભળી શકાય તેમ ન હતો.
એક ફેસબુક યુઝર દ્વારા તે જ ઘટનાની લાંબી ક્લિપ – 4:30 મિનિટ્સ – અપલોડ કરવામાં આવી.
https://www.facebook.com/satya.suda/videos/2973716469313785/
આ ક્લિપ ટ્વિટર અને ફેસબુક માં ખુબજ ફરતી થઇ. Altnews પાસે પણ આ ક્લિપ ને વેરીફાઈ કરવાની રિક્વેસ્ટ આવવા લાગી. આ ક્લિપમાં હિન્દુ દેવી-દેવતાઓના ફોટા મુસ્લિમો દ્વારા સળગાવવામાં આવ્યા છે તેવો દાવો કરવામાં આવ્યો.
વિડિઓ જૂનો છે, દાવો ખોટો છે
જો તમે ધ્યાનથી વિડીયો ને સાંભળતો લોકો કન્નડ ભાષામાં સૂત્રોચ્ચાર કરતા સંભળાશે. 58મી સેકન્ડ પર તમે સાંભળી શકશો કે પ્રદર્શનકારીઓ “ઝિંદાબાદ! ઝિંદાબાદ! આંબેડકર ઝિંદાબાદ!”ના નારા લગાવી રહ્યા છે. Altnews એ ફેસબુક પર આ વિડીયોની લીંક શોધી, જે 2018ની હતી.
https://www.facebook.com/prashanth.venkataswamy/videos/10217152468902611/
23 ઓગસ્ટ, 2018ના રોજ ફેસબુક યુઝર પ્રશાંત વેંકટસ્વામી દ્વારા આ વિડિઓ શેર કરવામાં આવ્યો હતો જેમાં લખ્યું હતું કે “શું થઇ રહ્યું છે… હિન્દૂ દેવતાઓએ તમને શું કર્યું છે… ધર્મનિરપેક્ષતા પર પ્રતિબંધ મુકવો જોઈએ… યુનિફોર્મ સિવિલ કોડ લાવવું જોઈએ. ”
આ વિડીયો સીએએના વિરોધમાં થયેલ પ્રદર્શનો નથી. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં CAA ના વિરોધકર્તાઓ દ્વારા હિન્દુ દેવી-દેવતાઓના ફોટા સળગાવવાનો દાવો ખોટો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.