રાત્રી કર્ફ્યુને લઈને રાજ્યના ગૃહમંત્રીએ કરી મોટી જાહેરાત- આગામી દિવસોમાં…

કોરોનાની બીજી લહેરને કારણે સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ફેલાયું છે અને કેટલાય લોકોના મોત થઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો જેમણે કારણે ગુજરાત રાજ્યમાં રાત્રી કરફ્યું લાદવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં ઘટી રહેલા કોરોનાના કેસને કારણે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટું નિવેદન આપ્યું છે.

ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું રાત્રી કરફ્યું અંગે મોટું નિવેદન આપતા કહ્યું છે કે રાત્રી કરફ્યુમાં કોઈ ફેરફાર કરવો કે નહિ અને વેપાર તથા ઉધોગો પર કેટલા પ્રમાણમાં છૂટ આપવી અથવા તો છૂટ આપવી કે નહી તેના પર હવે નિર્ણય કરવામાં આવશે. રાત્રી કર્ફ્યુની અવધી પૂરી થયા બાદ જે તે તાલુકામાં કોરોનાની સ્થિતિ જોઇને આગમો કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે.

મહત્વનું એ છે કે, સરકાર દ્વારા લગાવવામાં આવેલ કર્ફ્યુના નિયંત્રણ આગામી 12 મે ના રોજ પુરા થઈ રહ્યા છે. એટલે હવે આગામી બે દિવસમાં સરકાર આ કર્ફ્યુના નિયંત્રણને આગળ લંબાવવું કે તેમાં થોડીક છૂટછાટ આપવી તે અંગે નિર્ણય લેશે.

ગુજરાત રાજ્યમાં ગઈકાલે 14770 લોકોએ કોરોના સામે જંગ જીત્યો હતો. અત્યાર સુધીમાં 5,33,004 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. હાલ એક્ટીવ   કેસનો આંકડો 1,39,614 પર પહોચી ચુક્યો છે. જયારે જેમાંથી 786 લોકો હાલમાં વેન્ટિલેટર અને 1,38,828 લોકો સામાન્ય સારવાર હેઠળ છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 78.27% છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *