ગુજરાત કોંગ્રેસે વિધાનસભાની ચૂંટણી હાર્યા બાદ મનોમંથન કરતા અનેક પક્ષ વિરોધી કાર્યકરોને સસ્પેન્ડ કર્યા હતા. હવે ગુજરાત કોંગ્રેસ આંકરા પાણીએ આવીને મોટા ગજાનાં નેતાઓને પણ સસ્પેન્ડ કરવાના નિર્ણય પર આવી જતા કામચોરી કરી રહેલા કોંગ્રેસી નેતાઓ ને પરસેવો છૂટી ગયો છે.
ગુજરાત કોંગ્રેસ દ્વારા એક અખબારી યાદીમાં જણાવાયું છે કે પક્ષ વિરોધી પ્રવૃત્તિના કારણે કોંગ્રેસ પ્રવક્તા પ્રગતિ આહીર (Pragati Ahir) અને જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ (Amit Patel) ને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ અગાઉ કન્વીનર બાલુભાઈ પટેલે પત્રકારોને જણાવ્યું હતું કે “અમે 38 કાર્યકર્તાઓ અને કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ માટે સસ્પેન્ડ કર્યા છે. અન્યો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આઠ કાર્યકરોને ચેતવણીઓ મળી છે.”
ગુજરાત કોંગ્રેસે કહ્યું છે કે તેણે ગયા મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન “પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ”માં સામેલ થવા બદલ તેના 38 કાર્યકર્તાઓ અને કાર્યકરોને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે, જ્યાં 182 સભ્યોની જૂની પાર્ટી માત્ર 17 બેઠકો જીતી શકી હતી.
ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિ આ મહિને બે વખત મળી હતી અને અત્યાર સુધીમાં 95 વ્યક્તિઓ સામે 71 ફરિયાદો મળી છે એમ તેના કન્વીનર બાલુભાઈ પટેલે શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું.
કોંગ્રેસના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાત સેવા દળના મહિલા પ્રમુખ અને ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા પ્રગતિબેન આહીર, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ અમિતભાઈ પટેલ તે ઉપરાંત જુનાગઢ નગરપાલિકાના માજી મેયર લાખાભાઈ પરમારના પુત્ર રાવણભાઈ લાખાભાઈ પરમાર અને જુનાગઢ મહાનગરપાલિકાના માજી કોર્પોરેટર રાજુભાઈ બાબુભાઈ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી કામ કરનારા 33 નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. કોંગ્રેસે મોટા માથાઓને ઘરભેગા કરી દીધા છે. કોંગ્રેસે નેતાઓને ઝટકો આપ્યો છે. આ સાબિત કરે છે કે કોંગ્રેસ કોઈને પણ છોડવાના મૂડમાં નથી. સુરેન્દ્રનગર કોંગ્રેસ પ્રમુખ રૈયાભાઈ રાઠોડ, નર્મદા જિલ્લા પ્રમુખ હરેન્દ્ર વાણંદ અને પૂર્વ ધારાસભ્ય પીડી વસાવાને પણ કોંગ્રેસે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.