અમદાવાદ(Ahmedabad): શહેરમાં ગઈકાલે શાહીબાગ(Shahibag)ના ઓર્ચિડ ગ્રીન ફ્લેટ(Orchid green flat fire)ના સાતમાં માળે ભીષણ આગ ફાટી નીકળી હતી. વિકરાળ આગ લાગતાની સાથે જ ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ તરત જ બહાર નીકળી ગઈ હતી. જ્યારે એક 17 વર્ષની તરૂણી 25 મિનિટ સુધી મદદની ગુહાર લગાવી રહી હતી અને અંતે મોતને ભેટી હતી. જણાવી દઈએ કે, મૃતક તરૂણી ભણવા માટે માતા-પિતાથી દૂર કાકા-કાકીને ત્યાં રહેતી હતી. આગથી બચવા માટે તરૂણી દ્વારા અનેક પ્રયત્ન કરવામાં આવ્યા પરંતુ અંતે તેને મોત મળ્યું હતું.
મળતી માહિતી અનુસાર, ઓર્ચિંડ ગ્રીન ફ્લેટમાં સુરેશ જીરાવાલા અને તેમના ભાઈ દિનેશ જીરાવાલા 6 વર્ષ પહેલા રહેવા માટે આવ્યા હતા. સુરેશભાઈની પત્ની તમન્નાબેન અને 13 વર્ષીય દીકરો યશ તથા 10 વર્ષીય દીકરો તનીશ હતો. દિનેશભાઈના પત્ની પિંકીબેનની મોટી દીકરી પ્રાંજલ અને 9 તથા 3 વર્ષની બીજી બે નાની દીકરીઓ પણ હતી. દિનેશભાઈ કાપડનો વેપાર કરતા હતા. GPCBમાંથી 6 મહિના પહેલા નોટિસ આવતા તેમને ધંધો બંધ કરવાનો વખત આવ્યો હતો. જેથી તેઓ પત્ની અને નાની બે બાળકીઓ સાથે સુરત રહેવા માટે ગયા હતા. મોટી દીકરી પ્રાંજલ 12મા ધોરણમાં અભ્યાસ કરતી હોવાને કારણે તે તેના કાકાના ઘરે જ રહેતી હતી.
View this post on Instagram
મહત્વનું છે કે, પ્રાંજલ પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. શનિવારના રોજ પ્રેક્ટિકલ પરીક્ષા હોવાને કારણે આગળની રાતે 3 વાગ્યા સુધી અભ્યાસ કર્યો હતો અને ત્યારબાદ સુઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, ઘરમાં કાકી તમન્નાબેન અને તેમના બે દીકરા યશ અને તનીશ પણ હતા. જે પૈકી યશ રાતે હોલમાં સોફા પર સુઈ ગયો હતો અને તનીશ હોલની બાજુના બેડ રૂમમાં તેમના માતા સાથે સુઈ ગયો હતો. શનિવારના રોજ સવારે 7 વાગતા તમન્નાબેન દરરોજની જેમ કામ કરવા લાગ્યા હતા અને રસોડામાં હતા ત્યારે ડોરબેલ વાગ્યો અને દુધવાળો આવ્યો હતો. દરવાજો ખોલતા જ દુધવાળાએ તમન્નાબેનને જણાવતા કહ્યું કે, તમારા ઘરમાંથી બળવાની સ્મેલ આવી રહી છે. જેથી તમન્નાબેન ઘરમાં જોવા ગયા. ત્યાં જ પ્રાંજલનો ફોન આવ્યો અને કહેવા લાગી હતી કે, મારા રૂમમાં આગ લાગી છે મને બહાર નિકાળો.
ઉલ્લેખનીય છે કેમ તમન્નાબેન તેમના 2 દીકરાને ઉઠાવીને પ્રાંજલના રૂમનો દરવાજો ખોલવા ગયા ત્યાં આગ સીધી તેમના મોઢા પર આવી હતી અને જેને કારણે તેઓ ખુબ જ ગભરાઈ ગયા હતા. દરવાજો ખોલતા સમગ્ર ઘર ધૂમાડો ધુમાડો થઇ ગયો હતો અને આજુબાજુના લોકો પણ ભેગા થઇ ગયા હતા. જેમાંથી કેટલાક ઘરના હોલમાં આવ્યા પરંતુ આગ અને ધૂમાડા સામે કોઈ કાઈ કરી શક્યું ન હતું અને ફાયરની ટીમ પણ આવી પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા નીચેથી પાણીનો મારો ચલાવી રહી હટી. જોકે, આગ વધુ સમય રહેવાને કારણે પ્રાંજલ બચવા માટે એક માણસ ઉભું રહી શકે તેટલી નાની બાલ્કનીમાં જઈને લપાઈને બેસી ગઈ હતી પરંતુ આગની ગરમી સહન ન થવાને કારણે પ્રાંજલ દાઝી ગઈ હતી અને બેભાન થઇ ગઈ હતી. પ્રાંજલે ગોડદામાં લપેટીને ફાયર વિભાગના જવાનો દ્વારા 108ના માધ્યમથી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ ડોક્ટરે પ્રાંજલને મૃત જાહેર કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.