સુરત(ગુજરાત): વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી(Narendra Modi), હિમાચલ પ્રદેશ(Himachal Pradesh)ના શિમલા(Shimla) ખાતેથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દેશભરના લાભાર્થીઓ સાથે જોડાયા હતા. ત્યારે સુરત(Surat)માં ‘ગરીબ કલ્યાણ સંમેલન’માં કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે(Darshanaben Zardoshe) પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થી અશોક દાસરી સાથે વાર્તાલાપ કર્યો હતો અને આ યોજનાઓને કારણે તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે માહિતી મેળવી હતી.
મૂળ તેલંગાણાના વતની અને હાલ સુરતના લિંબાયત વિસ્તારના મહાપ્રભુનગરમાં રહેતા 32 વર્ષીય અશોક દાસરી છેલ્લા 9 વર્ષથી ઈડલીસંભરની લારી ચલાવે છે. અશોક દાસારીએ કહ્યું કે, મારો ઈડલીનો ધંધો કોરોનાના સમયમાં બરબાદ થઈ ગયો હતો. પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર હોવાથી, ઘર ચલાવવાનું મુશ્કેલ થઈ રહ્યું હતું. આવી સ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ‘પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના’ વિશે માહિતી મળી.
જાણ થતા મેં તરત જ ફોર્મ ભર્યું હતું અને નિયત સમયમાં 10 હજારની લોન મળી ગઈ હતી. જેમાંથી મેં ઈડલીનો વ્યવસાય ફરી શરૂ કર્યો હતો. સમયસર હપ્તાઓ ભરતા બીજા 20 હજાર મળી કુલ 30 હજારની બેંક લોનસહાય પ્રાપ્ત થઇ હતી. તેમણે જણાવ્યું કે, આ સહાય મારા જીવનમાં સંજીવની સમાન સાબિત થઇ છે. આજે મારો ઈડલીનો ધંધો પૂરપાટ ઝડપે આગળ વધી રહ્યો છે અને પરિવાર ખુબ જ ખુશ છે.
તેમણે વધુમાં કહ્યું કે, મારી 24 વર્ષીય પત્ની સૌમ્યા દાસરી ગર્ભવતી હોવાથી મને કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી માતૃવંદના થકી 5 હજારની સહાય પણ મળી છે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લકી ડ્રો પદ્ધતિથી રહેવાલાયક અને અદ્યતન સુવિધાનું ઘર પણ મળ્યું છે. આટલું જ નહીં, ઘરના મારા વૃદ્ધ માતા-પિતાને પણ આયુષ્માન ભારત આરોગ્ય અને સુખાકારી સેન્ટર તરફથી મદદ મળી છે.
સુરતના પ્રેમાળ લોકો તરફથી ઘણો સહકાર મળી રહ્યો છે. સરકારની બંને યોજના મારા પરિવારના જીવન માટે ઘણી સારી સાબિત થઈ છે. કોરોના બાદ નવો ઉજાસ આપવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અંતરથી આભાર માન્યો હતો. આ રીતે, ‘પ્રધાનમંત્રી સ્વાનિધિ યોજના’ કોરોના સમયગાળા દરમિયાન એક નાસીપાસ વ્યક્તિ અશોક દાસરીના જીવનમાં નવા સૂર્યોદયની જેમ સાબિત થઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.