લોકસભામાં રામ મંદિર મુદ્દે પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાત, ટ્રસ્ટનું નામ હશે….

અયોધ્યામાં રામમંદિર બનાવવાને લઇને મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે.સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કેન્દ્રીય કેબિનેટે બુધવારે રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દીધી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકસભામાં રામ મંદિર ટ્રસ્ટ બનાવવાની જાહેરાત કરી છે. આ ટ્રસ્ટનું નામ ‘શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્ર‘ રાખવામાં આવ્યું છે.લોકસભામાં નરેન્દ્ર મોદીએ તેની સાથે જ અયોધ્યામાં સરકાર દ્વારા કબજે લેવામાં આવેલી 67 એકર જમીન પણ ટ્રસ્ટને આપવાની જાહેરાત કરી.

સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે અયોધ્યા મુદ્દે ઐતિહાસિક ચુકાદો આપ્યાના 87 દિવસ બાદ સરકારે ટ્રસ્ટની જાહેરાત કરી છે.સુપ્રીમ કોર્ટમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો માર્ગ મોકળો થયા બાદ હવે કેન્દ્ર સરકારે મંદિર બનાવવા માટે ટ્રસ્ટની રચના કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં ટ્રસ્ટ મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કેબિનેટની બેઠકમાં રામ મંદિરના ટ્રસ્ટને મંજૂરી આપવામાં આવી છે.રામ મંદિરના નિર્માણ અને તે અંગેના નિર્ણયો લેવા માટે ટ્રસ્ટ સંપૂર્ણપણે સ્વતંત્ર હશે.કેન્દ્ર આજે જ આ યોજના ટ્રસ્ટને સોંપશે. આ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન દિલ્હીમાં થશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીઓ લોકસભામાં જણાવ્યું કે, ‘મને આજે આ ગૃહને તેમજ દેશને જણાવતા ખુશી થઈ રહી છે કે આજે કેબિનેટની બેઠકમાં સુપ્રીમ કોર્ટના આદેશને ધ્યાનમાં રાખતા ઘણા મહત્વના નિર્ણય લેવાયા છે. રામ મંદિર નિર્માણ માટે એક યોજના તૈયાર કરવામાં આવી છે. સરકારે શ્રી રામજન્મભૂમિ તીર્થ ટ્રસ્ટ રચનાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર મંદિર નિર્માણ બનાવવા માટે જવાબદાર હશે. અમે પાંચ એકર જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવાની અપીલ કરી હતી, જેનો ઉત્તરપ્રદેશની યોગી સરકારે સ્વીકાર કર્યો છે.’

દેશવાસીઓની પ્રશંસા કરી

વડાપ્રધાન મોદીએ લોકસભામાં જણાવ્યું કે, ‘રામ જન્મભૂમિ પર નિર્ણય આવ્યા બાદ અમે અમારી લોકતાંત્રિક વ્યવસ્થાઓ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. હું દેશવાસીઓના પરિપક્વ વ્યવહારની પ્રશંસા કરું છું. આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાઓ આપણને વસુધૈવ કુટુમ્બકમ અને સર્વે ભવન્તુ સુખિનઃનો સંદેશ વધુ પ્રેરણા આપે છે. ભારતમાં દરેક ધર્મના લોકો, ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ અને ઈસાઈ આપણે બધા એક જ પરિવારના સભ્યો છીએ. આ પરિવારના દરેક સભ્યોનો વિકાસ થાય, તેઓ સુખી રહે, સ્વસ્થ રહે, સમુદ્ધ રહે, આ ભાવના સાથે મારી સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસના મંત્ર સાથે ચાલી રહી છે. આવો આ ઐતિહાસિક ક્ષણમાં આપણે સૌ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે એક સ્વરમાં આપણો મત આપીએ’

આજે કેબિનેટમાં બજેટ સત્રના પાંચમાં દિવસે રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાની મંજૂરી આપી દેવાઈ છે. ગૃહમંત્રી અમિત શાહ આજે સંસદમાં રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની જાહેરાત કરશે. પીએમ મોદીએ કહ્યું કે, હું અહીંયા મારા દિલની નજીકના એક મામલા અંગે વાત કરવા માટે આવ્યો છું. જે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ વિશે છે. 9 નવેમ્બરે, જ્યાં હું કરતારપુર કોરિડોર માટે પંજાબમાં હતો, ત્યારે મેં રામ મંદિર અંગે ઐતિહાસિક નિર્ણય સાંભળ્યો હતો.

સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીન અપાશે

મોદીએ કહ્યું આજે અમે કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, મારી સરકારે જન્મભૂમિમાં રામ મંદિરના નિર્માણ માટે કાર્યક્રમ બનાવ્યો છે. શ્રી રામ મંદિર જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર એક ટ્રસ્ટ છે જેની રચના કરવામાં આવશે. આ ટ્રસ્ટ પુરી રીતે સ્વતંત્ર હશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે, બધી વિચારણા અને ચર્ચા વિમર્શ બાદ અમે અયોધ્યામાં સુન્ની વક્ફ બોર્ડને 5 એકર જમીનની મંજૂરી આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *